fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

ચીન સામે લડવા ભારત સજ્જ, લદ્દાખમાં લગાવાશે ૧૩૪ સેટેલાઇટ ફોન ટર્મિનલ

લદ્દાખમાં ભારતીય સેના ચીનની દરેક ચાલનો જવાબ આપવા માટે તૈયાર છે. જેથી જા ચીન કોઇ પણ પ્રકારની હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેને પાઠ ભણાવી શકાય. ભારતની તૈયારીઓ માત્ર ગોલાબારૂદ અને હથિયારોની તૈનાતીથી જ નથી થઇ રહી.
ભારત હવે લદ્દાખમાં સરહદનાં તમામ વિસ્તારોને કનેક્ટ કરવા, ત્યાં સંચારનાં માધ્યમોને ચુસ્ત-દુરસ્ત કરવામાં જાડાયેલ છે. ભારતની આ મુહિમ પણ સૈન્ય તૈયારી જેવી જ છે. લદ્દાખનાં સીમાવર્તી ગામડાંઓમાં સંચાર સુવિધાને વધારે મજબૂત કરવામાં કેન્દ્ર સરકારે નવો પ્લાન તૈયાર કર્યો છે. સરકારે લદ્દાખમાં ૧૩૪ ડિજિટલ સેટેલાઇટ ફોન ટર્મિનલ સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કનેક્ટિ વિટી પર ૩૩૬.૮૯ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જા માત્ર લદ્દાખની વાત કરીએ તો તેની પર ૫૭.૪ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેનાંથી જમ્મુ-કાશ્મીરનાં પણ અનેક ગામડાંઓમાં લોકો ફોનની સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે.
લદ્દાખમાં જે મહત્વપૂર્ણ વિસ્તારોને સેટેલાઇટ ફોન કનેક્શન મળશે, તેમાં ગલવાન ઘાટી, દૌલત બેગ ઓલ્ડી, હાટ સ્પ્રિંગ્સ, ચુશુલ શામેલ છે. એ તમામ વિસ્તારોને વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જાડાયેલ છે. ગલવાન ઘાટીમાં જ તાજેતરમાં ચીન સાથે સંઘર્ષ થયું હતું. જ્યારે દૌલત બેગ ઓલ્ડીમાં ભારતનું સૈન્ય ઠેકાણું છે. જ્યાં સંચાર વ્યવસ્થાને દુરસ્ત કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી.
લદ્દાખનાં એÂગ્જક્્યુટિવ કાઉન્સીલર કુનચોર સ્ટાંજીએ જણાવ્યું કે, “ચીને પોતાની સીમામાં ફોન નેટવર્કનો વિસ્તાર કર્યો છે. તેમને ત્યાં નેટવર્કની સ્થિતી ખૂબ સારી છે. ભારતે પણ આ દિશામાં હવે કામ કરવાનું શરૂ કર્યું છે.

Related posts

ન્યૂઝીલેન્ડમાં શ્રેણી જીતવા ભારતીય ટીમ સંપૂર્ણ તૈયાર

City Watch News

ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર હજુ ઘટી શકે

City Watch News

ભાજપે ભારતની સંસ્થાઓમાં ઝેર ભેળવ્યુ છે : પ્રિયંકા ગાંધી

City Watch News