fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

૮૦ કરોડ ગરીબોને નવેમ્બર સુધી વિનામૂલ્યે અનાજ મળશે

નવેમ્બર સુધી ગરીબ પરિવારોને દર મહિને ૫ કિલો ઘઉં અથવા ૫ કિલો ચોખા અને એક કિલો દાળ આપવામાં આવશે,આ યોજના માટે દેશના ખેડૂતો અને ટેક્સપેયર આભારી છે
– અનલોક ૧.૦ શરૂ થયા બાદ  અને સામાજિક વ્યવહારમાં બેદરકારી વધી,નિયમો તમામ માટે સમાન
– વન નેશન વન રાશન કાર્ડનો સૌથી મોટો લાભ તે ગરીબ સાથીઓને મળશે જે રોજગાર અથવા બીજી જરૂરીયાત માટે પોતાનો ગામ છોડીને બીજે જાય છે
– રોગચાળાને ફેલાતો અટકાવવા માટે બેજવાબદાર રહેવાને બદલે નિયમોનું પાલન કરવા અપીલ,મહામારીથી બચવા લોકોને માસ્ક પહેરવા, બે મીટરનું અંતર રાખવા, ભીડ ભાડવાળી જગ્યાથી દુર રહેવા અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ અને ચીન સાથે તણાવ વચ્ચે દેશના નામે સંબોધન કર્યુ હતું. દેશમાં કોરોનાના કહેર વચ્ચે આ છઠ્ઠી વખત છે જ્યારે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યુ હતું. પીએમ મોદીએ  કે કોરોના સામે લડતા ભારતમાં ૮૦ કરોડ લોકોને ત્રણ મહિનાનું રાશન મફત આપવામાં આવ્યુ છે. જ્યારે દરેક પરિવારને દર મહિને એક કિલો દાળ પણ આપવામાં આવી છે. નવેમ્બર સુધી ગરીબ પરિવારોને દર મહિને ૫ કિલો ઘઉં અથવા ૫ કિલો ચોખા અને એક કિલો દાળ પણ આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે, કોરોના વૈશ્વિક મહામારી વિરૂદ્ધ લડતા લડતા અમે અનલોક-૨માં પ્રવેશ કરી રહ્યા છીએ અને અમે તે હવામાનમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ જ્યા શરદી, તાવ આવે છે જેને કારણે કેસ વધી જાય છે એવામાં મારી દેશવાસીઓને પ્રાર્થના છે કે આવા સમયમાં પોતાનું ધ્યાન રાખો. જ્યારથી દેશમાં અનલોક-૧ થયુ છે વ્યક્તગત અને સામાજિક વ્યવહારમાં બેદરકારી વધતી જઇ રહી છે. ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવાને લઇને સતર્ક પરંતુ આજે જ્યારે વધુ સતર્ક રહેવાની જરૂર છે ત્યારે બેદરકારી વધવી ચિંતાનું કારણ છે. લોકડાઉન દરમિયાન ઘણી ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં નથી આવ્યુ. હવે સરકારોએ સ્થાનિક સંસ્થાઓએ, દેશના નાગરીકોએ ફરી તે રીતની સતર્કતા બતાવવાની જરૂર છે. વિશેષ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં વધુ ધ્યાન આપવુ પડશે. જે પણ લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા. અમારે તેમણે ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે. એક દેશના વડાપ્રધાન પર ૧૩ હજાર રૂપિયાનો દંડ એટલા માટે લાગ્યો કારણ કે તે સાર્વજનિક સ્થળે માસ્ક પહેર્યા વગર ગયા હતા. ભારતમાં પણ સ્થાનિક તંત્રએ આ રીતની કડકાઇથી કામ કરવુ જાઇએ. ભારતમાં ગ્રામનો પ્રધાન હોય કે દેશનો વડાપ્રધાન કોઇ પણ નિયમોથી ઉપર નથી.
લોકડાઉન દરમિયાન દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. એવી સ્થતિ ના આવે કે કોઇ ગરીબના ઘરમાં ચુલો ના સળગે. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, સિવિલ સોસાયટીના લોકો હોય તમામે પુરો પ્રયાસ કર્યો છે કે આટલા મોટા દેશમાં અમારા કોઇ ગરીબ ભાઇ-બહેન ભૂખો ના ઉંઘે. દેશ હોય કે વ્યક્ત સમયપર નિર્ણય લેવાથી, સંવેદનશીલતાથી નિર્ણય લેવાથી કોઇ પણ મુકાબલો કરવાની શÂક્ત અનેક ઘણી વધી જાય છે. લોકડાઉન હોવા છતા પણ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ મંત્રી યોજના લઇને આવી છે. ગરીબો માટે પોણા ૨ લાખ કરોડનું પેકેજ આપવામાં આવ્યુ છે.
૩ મહિનામાં ૨૦ કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં સીધા ૩૧ હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ દરમિયાન ૯ કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા જમા થયા છે. આ સાથે જ ગામમાં શ્રમિકોને રોજગાર આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન તેજ ગતિથી આરંભ કરી દેવામાં આવ્યુ છે. અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ઘણા વધુ લોકોને બ્રિટનની જનસંખ્યાથી ૧૨ ઘણા વધુ લોકોને અને યુરોપિયન યૂનિયનની બે ઘણાથી વધુ લોકોને અમારી સરકારે મફત અનાજ આપ્યુ છે. આજે હું તેનાથી જાડાયેલી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઇ રહ્યો છું. અમારે ત્યા વર્ષાઋતુ દરમિયાન અને તે બાદ મુખ્ય રીતે કોઇ વિસ્તારમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં વધુ કામ થાય છે. અન્ય બીજા સેક્ટરોમાં થોડી સુસ્તી રહે છે. જુલાઇથી ધીમે ધીમે તહેવારોનો માહોલ બનવા લાગે છે.

Related posts

કોરોના વિસ્ફોટઃ ૨૪ કલાકમાં અધધ..૧૮૫૫૨ કેસ,૩૮૪ના મોત

City Watch News

હિંસાના બેકાબૂ દોરની વચ્ચે અમિત શાહ અંતે એક્શનમાં

City Watch News

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે લોકડાઉન-૨માં હજુ કોને મંજુરી મળી નથી

City Watch News