www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

‘રોઝ’ ડે સાથે વેલેન્ટાઈન વીકની ઉજવણીનો આરંભ, યૌવનમાં થનગનાટ

પિૃમી સંસ્કૃતિમાં ફેબ્રુઆરીની ૭મી તારીખથી ૧૪મી તારીખ સુધી વેલેન્ટાઈન વીકની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને યંગસ્ટર્સ દ્વારા વેલેન્ટાઈન વીક દરમિયાન રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, પ્રોમીસ ડે, કીસ ડે, હગ ડે, ટેડી ડે વગેરેની ઉજવણી કરાઈ છે. ત્યારે ગોહિલવાડમાં પણ વેલેન્ટાઈન વીકની ઉજવણી શરૃ થઈ ગઈ છે. આજે બુધવારે રોઝ ડે સાથે વેલેન્ટાઈન વીકનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૃર હોતી નથી. તેમ છતાં પિૃમી સંસ્કૃતિના રંગે રંગાઈ યુવાધન ઉપરાંત પ્રેમીયુગલો વેલેન્ટાઈન વીકની ઉજવણી કરે છે. આજે ૭મી ફેબ્રુઆરીથી રોઝ ડે સાથે વેલેન્ટાઈન વીકનો આરંભ થઈ ગયો છે. વેલેન્ટાઈન વીકના પ્રારંભ સાથે જ સોશિયલ મીડિયા ફેસબુક, વ્હોટ્સએપ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ વગેરે પર હેપી રોઝ ડેના મેસેજો વહેતા થયા હતા. વેલેન્ટાઈન વીક દરમિયાન આવતીકાલે ગુરૃવારે પ્રપોઝ ડે, શુક્રવારે ચોકલેટ ડે, શનિવારે ટેડી બિયર ડે, રવિવારે પ્રોમીસ ડે, સોમવારે કીસ ડે, મંગળવારે હગ ડે અને બુધવારે લવબર્ડસ માટેના સ્પેશ્યલ ડે વેલેન્ટાઈન ડેની ઉજવણી થશે. આ વેલેન્ટાઈન વીક દરમિયાન અલગ-અલગ દિવસોને લગતા મેસેજો ફરતા રહેશે. વેલેન્ટાઈન વીકને લઈ અત્યારથી જ શુભેચ્છા ઉપરાંત રમુજી મેસેજો પણ ફરતા થવા માંડયા છે.

વળી, આ વર્ષે દેવાધિદેછ મહાદેવજીની મહારાત્રિ શિવરાત્રિ અને વેલેન્ટાઈન ડે એક દિવસના અંતરે જ આવી રહ્યા હોવાથી ૧૩મી ફેબ્રુઆરીએ સમગ્ર ગોહિલવાડમાં શિવભક્તો દ્વારા મહાશિવરાત્રીની ઉમંગ, ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. જ્યારે ૧૪મી ફેબ્રુઆરીને બુધવારે લવબર્ડસ, પ્રેમીયુગલો, યંગસ્ટર્સ પિૃમી સભ્યતાના પર્વ વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં રચ્યાં-પચ્યાં જોવા મળશે. વેલેન્ટાઈન વીકને લઈ ગિફ્ટ શોપોમાં યુવાનોના આટાં-ફેરા મારતા જોવા મળી રહ્યા છે.