www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

હોલિકા દહન મુહૂર્ત: શુભ છે આ વર્ષનું હોલિકા દહન, જાણો ક્યારે કરશો પૂજા

ભારત તહેવારોનો દેશ છે અને હોળી એક એવો તહેવાર છે જેની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવે છે. આજે હોલિકા દહન કરવામાં આવશે.

ક્યારે ન કરવી જોઇએ હોલિકા દહનની પૂજા

દહન ફાગણ મહિનાની પૂનમે સૂર્યાસ્ત પછી, જ્યારે પૂનમની તિથિ હોય ત્યારે કરવું જોઇએ. એવો નિયમ છે કે ભદ્ર કાળમાં હોલિકા પૂજન અને હોલિકા દહન ન કરવું જોઇએ. તેનાથી અશુભ ફળ મળે છે. આજે સાંજે 7.39 વાગે ભદ્ર સમાપ્ત થઇ જશે તે પછી હોલિકા દહન કરવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ વર્ષ હોલિકા દહન માટે શુભ છે.

ધર્મસિંધુ નામક ગ્રંથ અનુસાર હોલિકા દહન માટે ત્રણ બાબતોનું એકસાથે હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂર્ણિમા તિથિ, પ્રદોષ કાળ અને ભદ્રા ન હોવું. આ વર્ષે હોલીકા દહન પર આ ત્રણ સંયોગ બની રહ્યાં છે. તેથી હોળી આનંદદાયક અને શુભ રહેશે.

હોલિકા દહન મુહૂર્ત

આજે હોળી ઉજવવામાં આવશે અને 2 માર્ચ એટલે કે આવતી કાલે ધૂળેટી ઉજવવામાં આવશે.

હોલિકા દહનનું શુભ મુર્હૂત : 7-40થી 9

આ દિવસે ભગવાન વિષ્ણુને ઝૂલામાં ઝુલાવવાની પ્રથા છે. શાસ્ત્રાનુસાર ફાગણ માસની પૂનમના દિવસે જે લોકો મન એકાગ્ર કરીને ભગવાન વિષ્ણુને ઝૂલામાં સ્થાપિત કરીને તેમના દર્શન કરે, તેને પુણય સ્વરૂપે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.