www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

વધુ ચાર રાજ્યોમાં આંધી-તોફાનની ગૃહખાતાની ચેતવણી

કેન્દ્ર સરકારે પિશ્ચમ બંગાળ, આેડિસા, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાનની નવેસરથી ચેતવણી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભયાહવ આંધી અને તોફાનને પગલે આશરે 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આગામી ત્રણ ચાર દિવસ સુધમાં આંધી-તોફાનની નવી ચેતવણી જાહેર કરીને આ રાજ્યોની ચિંતા વધારી દીધી છે. નિષ્ણાતો આ આંધીને હવામાનના અનેક પરિબળોના સંગમ બાદ ઊભી થયેલી ચોમાસા પહેલાંની એક અસમાન્ય ઘટના ગણાવી છે.

ગૃહ મંત્રાલયને પ્રવક્તાએ જણાવ્યા મુજબ પિશ્ચમ બંગાળ, આેડિસા, બિહાર અને ઉત્તર પ્રદેશ એમ ચાર રાજ્યોમાં આંધી સાથે ભાયનક તોફાન ઉઠવાની નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મનિપુર, મિઝોરમ, ત્રિપુરામાં છૂટાછવાયા સ્થ્ળોએ પણ ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની સ્થિતિ જોવા મળી શકે છે.

જ્યારે કાિશ્મર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદિગઢ, દિલ્હી, પંજાબ, બિહાર, ઝારખંડ, સિિક્કમ, આેડિસા, ઉત્તરપિશ્ચમી મધ્ય પ્રદેશ, તેલંગાણા, રાયલસીમા, ઉત્તરી દરિયાઈ આંધ્ર પ્રદેશ અને તમિળનાડુ તેમજ કેરળના આંતરિક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થ્ળોએ આંધી સાથે ધૂળિયુ તોફાન ઉઠવાની સંભાવના રહેલી છે.