www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

13 રાજ્યોમાં આજે ભયંકર આંધી અને વરસાદની સંભાવના: હાઈએલર્ટ

હજી ગયા અઠવાડિયે દેશનાં ઉત્તરનાં કેટલાંક રાજ્યોમાં તબાહી મચાવ્યા પછી હજી ભયાનક આંધી અને તોફાની વરસાદનો ખતરો ટળ્યો નથી. કેન્દ્રનાં ગૃહ મંત્રાલય દ્વારા દેશનાં 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે ભયંકર આંધી અને ભારે વરસાદ પડવાની શંકા દશર્વિવામાં આવી છે. આ રાજ્યોમાં આજે ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે ભયંકર આંધી ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ સાથે કરા પડી શકે છે. હરિયાણા સરકારે બે દિવસ માટે સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી છે.
હવામાન વિભાગે તમામ અસરગ્રસ્ત રાજ્યોને એલર્ટ કરીને સાબદાં રહેવા તાકીદ કરી છે. દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આંધી અને ધૂળની ડમરી ફૂંકાઈ શકે છે અને ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ ઉત્તર, પૂર્વનાં રાજ્યો તેમજ દક્ષિણનાં રાજ્યોમાં ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પિૃમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડી શકે છે. જ્યારે દિલ્હી અને ચંડીગઢમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાઈ શકે છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે ઉત્તર પૂર્વના આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ જેવાં પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતા દ્વારા હિમાચલ પ્રદેશમાં શિમલા, સોલાન, હમીરપુર, મંડી, કાંગરા અને ઊનામાં 7મી અને 8મી મેના રોજ તોફાની પવન અને આંધીની ચેતવણી આપવામાં આવી હતી.
દેશનાં 4 રાજ્યોમાં આવેલી આંધી અને તોફાનની ચોમાસા પર અસર પડશે નહીં. ત્રણ વિચિત્ર વેધર સિસ્ટમ એકઠી થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું, આથી ગરજે તેવાં વાદળો બંધાયાં હતાં. આ પેટર્ન યુપી થઈને બિહાર પહોંચી હતી, જ્યાં બંગાળની ખાડીમાં સર્જાયેલાં હવાનાં હળવાં દબાણનો પટ્ટો ભળતાં તાપમાન વધ્યું હતું, પરિણામે આંધી અને તોફાનનો માહોલ સર્જાયો હતો.
2જી મેના રોજ ભયંકર આંધી અને ભારે વરસાદે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભારે તબાહી મચાવી હતી. ઉત્તરનાં 4 રાજ્યોમાં આને કારણે 133થી વધુનાં મોત થયાં હતાં. આગરામાં સૌથી વધુ મોત થયાં હતાં. આંધી વખતે કલાકના 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.