www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

કર્ણાટકના ‘શાહ’ બનતા યેદીયુરપ્પા

છેલ્લા ત્રણ દિવસથી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે અને કણાર્ટક રાજ્યમાં ભાજપના યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કયા¯ છે. આજે સવારે 9-30 કલાકે રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને હોદ્દાે અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. યેદિયુરપ્પાના શપથગ્રહણમાં કેન્દ્રીય પ્રધાનોમાં જે. પી. નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, અનંતકુમાર, પ્રધાન જાવડેકર વગેરે હાજર રહ્યાં હતા.બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રીપદના શપથ લેવા માટે પોતાના ઘરેથી રાજભવન પહાેંચ્યા તે પૂર્વે રસ્તામાં તેમણે રાધા-કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.કણાર્ટકના રાજ્યપાલ વજુભાઈવાળાએ બુધવારે સાંજે યેદિયુરપ્પાને નવી સરકાર બનાવવા અને ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રિત કર્યા હતા. યેદિયુરપ્પાએ 15 દિવસમાં બહુમતી સાબીત કરવી પડશે. યેદિયુરપ્પા પોતાના મંત્રી મંડળની રચના હવે પછી કરશે.યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પહેલાં રાહુલ ગાંધીએ ટિંટ કરીને બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ તેમની ટિંટમાં લખ્યું હતું કે, બીજેપીને બહુમત મેળવ્યા વગર સરકાર બનાવવી છે. ભાજપે બંધારણને મજાક બનાવી દીધું છે.દરમિયાન આજના શપથ સમારોહને ધ્યાનમાં રાખીને રાજભવન ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક તરફ અંદર શપથગ્રહ સમારોહ ચાલુ હતો ત્યારે બીજી તરફ કાેંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.