www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

અમરનાથ યાત્રાને લઈ અભૂતપૂર્વ ઉત્સાહ : પ્રથમ જથ્થો રવાના થયો

અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો આજે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. જમ્મુથી આશરે ૪૦૦ કિલોમીટરની યાત્રા કરીને બાલતાલ પહોંચનાર આ જથ્થામાં ૧૫૬૦ જેટલા શ્રદ્ધાળુઓ છે. ૬૦ દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા ૨૬મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. પહેલગામ અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ તરીકે છે. ત્યાંથી અમરનાથનીપવિત્ર યાત્રા ચાલતા શરૂ થાય છે. આ ઉપરાંત બાલતાલથી પણ બીજા રસ્તો અમરનાથ ગુફા માટે હોય છે. ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ યાત્રાને લઈને સરકારની ગંભીરતાનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે આ વખતે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન પોતે
આભાર – નિહારીકા રવિયા ખીણ પહોંચીને સુરક્ષા પાસાઓની ચકાસણી કરી ચુક્યા છે. આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન, સેનાના વડા બિપીન રાવત સહિતના તમામ લોકો યાત્રીઓની સુરક્ષાને લઇને ખુબ જ ગંભીર દેખાઈ રહ્યા છે. અમરનાથ યાત્રા દરમિયાન કોઇપણ બનાવ ન બને તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. આ વખતે યાત્રાના રુટ ઉપર અર્ધલશ્કરી દળોની ૨૦૧૩થી વધુ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે. યાત્રાની શરૂઆત પહેલા જ સુરક્ષા પાસાઓ ઉપર જાણકારી મેળવવા નિર્મલા સીતારામન પહોંચ્યા હતા. તેઓએ શ્રીનગરમાં ચીનાર કોર્પ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ અમરનાથ યાત્રા બેઝકેમ્પ સોનમર્ગ ખાતે પહોંચ્યા હતા. યાત્રાના રુટ પર હવાઈ નિરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામ પણ યાત્રાના બેઝકેમ્પ તરીકે છે. ગયા સપ્તાહમાં પીડીપી સરકારને ભાજપે ટેકો પાછો ખેંચી લીધા બાદ નિર્મલા સીતારામનની ખીણની આ પ્રથમ મુલાકાત હતી. ચીનાર ખાતે યોજાયેલી બેઠકમાં નોર્થન આર્મી કમાન્ડર લેફ્ટી જનરલ રણબીરસિંહ, ચીનાર કોર્પ કમાન્ડર લેફ્ટી જનરલ એકે ભટ્ટ પણ ઉપÂસ્થત રહ્યા હતા. તમામ સુરક્ષા પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી. અમરનાથ યાત્રા જવા ઈચ્છુક લોકો દેશના જુદા જુદા હિસ્સામાંથી સરળતાથી પહોંચી શકે છે. વિમાની માર્ગે, ટ્રેન મારફતે પણ પહોંચી શકાય છે. પહેલગામ અથવા બાલતાલ સુધી કોઈપણ વાહનથી પહોંચી શકાય છે પરંતુ ત્યારબાદ ચાલતા જવાનું હોય છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જાડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે.