www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





રાષ્ટ્રીય

શ્રદ્ધા કપુર હવે નવાજુદ્દીન સાથે રોમાન્સ કરતી દેખાશે 

શ્રદ્ધા કપુર બોલિવુડમાં હાલમાં સૌથી વધારે ફિલ્મ ધરાવતી સ્ટાર છે. તેની પાસે હાલમાં પાંચ ફિલ્મો હાથમાં છે. જે પૈકી તમામ ફિલ્મો મોટા બેનરની હોવાનુ જાણવા મળ્યુ છે. પ્રાપ્ત હેવાલ મુજબ હવે તેની પાસે નવાજુદ્દીન સિદ્ધીકીની ફિલ્મ પણ આવી ગઇ છે. જેમાં તે આ જદિગ્ગજ સ્ટાર સાથે કામ કરનાર છે. તે નવાજુદ્દીન સિદ્ધીકી સાથે રોમાન્સ કરનાર છે. તેની પાસે હાલમાં જે ફિલ્મો રહેલી છે તેમાં સાહો, છિછોરરે, સ્ટ્રીટ ડાન્સર, સાયના અને બોલે ચુંડિયા ફિલ્મનો સમાવેશ થાય છે. તે સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે ઉભી રહી છે. તેની પાસે એકપછી એક સારી ફિલ્મો આવી રહી છે. તે હાલમાં અનેક ફિલ્મો ધરાવે છે. તે સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં પણ કામ કરી રહી છે. શ્રદ્ધા કપુર ઐતિહાસિક બાયોપિક ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરનાર છે. ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બની રહી છે. તેની પાસેથી ખાસ ટ્રેનિંગ મેળવી લીધી છે. શ્રદ્ધા કપુરે મહેનત કરવાની શરૂઆત કરી દીધી છે. શ્રદ્ધા કપુર આજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો પણ મુકી દીધા છે. જેમાં તે સાઇના નહેવાલની સાથે નજરે પડી રહી છે. ફોટોને જાઇને લાગે છે કે તે સાઇના પાસેથી ટ્રેનિંગ લઇ રહી છે. ફોટોમાં સાઇના શ્રદ્ધા કપુરની પાસે બેડમિન્ટનના નાના નાન પાસા પર માહિતી મેળવી રહી છે. શ્રદ્ધા કપુર બોલિવુડમાં કેટલાક સમયથી છે. કેરિયરની શરૂઆત નિરાશાજનક માહોલમાં થયા બાદ શ્રદ્ધા કપુરે આંશિકી -૨ ફિલ્મ મારફતે જારદાર લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપુરે ભૂમિકા અદા કરી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *