www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

ડીએમકે નેતા કાનીમોઝીના આવાસ ઉપર વ્યાપક દરોડા

તમિળનાડુમાં ૩૯ લોકસભાની સીટ ઉપર આવતીકાલે મતદાન થનાર છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ ડીએમકેના નેતા કાનીમોઝીના આવાસ ઉપર જારદાર દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. મોટી માત્રામાં રોકડ રકમ હોવાની માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કાનીમોઝી તુતીકોરિન લોકસભા બેઠક ઉપરથી ડીએમકેના ઉમેદવાર છે. ડીએમકેના પ્રમુખ એમકે સ્ટાલિને ચૂંટણીના બે દિવસ પહેલા જ પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે, ચૂંટણીને પ્રભાવિત કરવાના હેતુસર આવકવેરાના અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજા તબક્કામાં રાજ્યની ૩૯ લોકસભા અને ૧૮ વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારના દિવસે મતદાન થનાર છે. બીજા તબક્કા માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો અંત થયા બાદ આવકવેરા વિભાગના અધિકારીઓએ તુતીકોરિનના કુરીંગીનગર સ્થિત કાનીમોઝીના આવાસ પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું હતું કે, તુતીકોરિનના કલેક્ટર પાસેથી એવી માહિતી મળી હતી કે, આવાસમાં ઉપરના હિસ્સાને રોકડ રકમ જમા કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર પાસેથી મળેલી માહિતીના આધાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. એક સાથે બે ટીમો દરોડા પાડવા માટે પહોંચી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, અહીં પૈસા સ્ટોર કરવામાં આવી રહ્યા હતા કે કેમ તેને લઇને તપાસ કરવામાં આવી હતી. બીજી બાજુ કાનીમોઝીના ભાઈ સ્ટાલિને મોદીની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું છે કે, ભાજપના તમિળનાડુ અધ્યક્ષ સાંદર રાજનના આવાસ પર કરોડો રૂપિયા મુકવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા નથી.