www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

એસબીઆઈ દ્વારા MCLR લોન પરનો વ્યાજદર ઘટાડાયો

હેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ દ્વારા એમસીએલઆર આધારિત લોન પર વ્યાજદર ઘટાડી દેવાની જાહેરાત કરી છે. એસબીઆઈની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યુ છે કે તમામ સમય અવધિના લોન પર વ્યાજદરમાં ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા વ્યાજદરો આવતીકાલે ૧૦મી ઓકટોબરના દિવસથી અમલી કરવામાં આવનાર છે. યાદીમાં કહેવામાં આવ્યુ છેકે એક વર્ષના લોન પર હવે વ્યાજના દરો ઘટીને ૮.૦૫ ટકા થઇ ગયો છે. જે પહેલા ૮.૧૫ ટકા હતો.આ નાણાંકીય વર્ષમાં બેંકે સતત છટ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે એક દિવસ માટે લોન પર વ્યાજ દર ૭.૮૦ ટકાથી ઘટાડીને ૭.૭૦ ટકા કરી દેવામાં આવ્યો છે. એક મહિનાના લોન પર વ્યાજદર ઘટાડીને ૭.૭૦ ટકા, ત્રણ મહિના માટે વ્યાજદર ઘટાડીને ૭.૭૫ ટકા કરી દેવામાં આવ્યો છે. છ મહિના માટે વ્યાજદર ૭.૯૦ ટકા કરવામાં આવ્યો છે. એક વર્ષ માટે વ્યાજદર ૮.૦૫ ટકા તેમજ બે વર્ષ માટે વ્યાજદર ૮.૧૫ ટકા કરવામાં આવ્યો છે. આવી જ રીતે એસબીઆઇ દ્વારા રિપો લિન્ક આધારિતલોન પર વ્યાજદરમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો કર્યો નથી. આ દરો યથાવત રાખવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે પહેલી ઓક્ટોબરના દિવસે સ્ટેટ બેંકે હોમલોનને રેપો રેટ લિન્ક કરી દેવાનો નિર્ણય કર્યો હતો. તમામ લોકો જાણઁ છે કે આ પહેલા એસબીઆઇ દ્વાર નવમી સપ્ટેમ્બરના દિવસે પણ એમસીએલઆર આધારિત વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. વ્યાજદરોમાં ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો એ વખતે કરવામા ંઆવ્યો હતો. રેટમાં કાપના કારણે એક વર્ષના એમસીએલઆર ૮.૨૫ ટકાથી ઘટીને ૮.૧૫ ટકા પર આવી ગયો હતો. આ ઉપરાંત બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં પણ ૨૦-૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એસબીઆઇએ એમસીએલઆર આધારિત લોન પર વ્યાજદરમાં ઘટાડો કરી લીધો છે. આના લીધે લોન સસ્તી થઇ શકે છે.