www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

રાહુલની પીછેહઠથી કોંગ્રેસની મુશ્કેલી વધી ગઇ છે : ખુરશીદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદે રાહુલ ગાંધીના અધ્યક્ષપદેથી રાજીનામાના મુદ્દા ઉપર પોતાની પ્રતિક્રિયા આપ્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. તેમણે કહ્યું છે કે, એવા સમયમાં જ્યારે દેશમાં લોકોના મિજાજ બદલાઈ રહ્યા છે ત્યારે રાહુલ દ્વારા પાર્ટીને છોડી દેવાની બાબત કોંગ્રેસ માટે મોટી આફત સમાન છે. તેમણે કહ્યું હતું કે, તેઓ રાહુલના રાજીમાનાથી દુખી છે. તેમને પીડા છે અને આઘાત પણ લાગ્યો છે. સલમાન ખુરશીદનું કહેવું છે કે, યોગ્ય પરિસ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીને હવે આગળ વધવાનો સમય છે ત્યારે લોકસભાની ચૂંટણી બાદ જે રીતે રાહુલ ગાંધી પીછેહઠ થઇ ગયા છે તેનાથી પાર્ટીની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. સાથે સાથે કાર્યકરોનો ઉત્સાહ પણ ઓછો થયો છે. ખુરશીદે એમ પણ કહ્યું છે કે, આટલા શાનદાર નેતાઓની શાનદાર પાર્ટીની હાલત આવી કેમ થઇ છે તેને લઇને વિચારણા કરવાનો સમય છે. પૂર્વ વિદેશમંત્રીએ ભારપૂર્વક કહ્યું છે કે, દેશ બદલાઈ ચુક્યો છે. દેશમાં રહેતા લોકોની વિચારધારા બદલાઈ છે. આ બદલાયેલા મિજાજને જાણીને સમસ્યાનું સમાધાન શોધી શકાય છે. સલમાન ખુરશીદે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, તેમની ચિંતાની પાછળ વિશ્વાસના ભાવ પણ છે જેથી તમામ લોકો એક સાથે આવીને આગળ વધે તે જરૂરી છે. રાહુલ ગાંધીના રાજીનામા માટે ફરીથી છોડી ગયાના ઉપયોગ અંગે સલમાન ખુરશીદે કહ્યું હતું કે, અમારા નેતા રાહુલ ગાંધી અમને છોડીને જતા રહ્યા છે. અધ્યક્ષ નથી તો પણ અમારા અધ્યક્ષ તરીકે રહેશે. પાર્ટી છોડનાર નેતાઓ ઉપર પ્રહાર કરતા સલમાન ખુરશીદે કહ્યું હતું કે, પાર્ટીમાંથી લોકપ્રિયતા અને ઘણી બાબતો મેળવનાર સંકટના સમયે છોડીને જતા રહ્યા છે પરંતુ તેઓ પોતે કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડનાર નથી. ખુરશીદે કહ્યું હતું કે, દુનિયામાં એવા કોઇ લીડર નથી જેમના નેતૃત્વમાં ચૂંટણીમાં હારી ગયા બાદ નેતા અને કાર્યકરો રહ્યા છે પરંતુ રાહુલની સાથે આવું બન્યું નથી. અમને ફરીથી જનતાની પાસે જવાની જરૂર રહેશે. પાર્ટીને ક્યારે પણ પીછેહઠ કરવાની જરૂર નથી. શુ રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામુ આપીને પોતાની જવાબદારીમાંથી છટકી ગયા છે ? આ પ્રશ્નનો જવાબ જા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદને કરવામાં આવે તો તેમનો જવાબ હામાં આવે છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ પ્રથમ વખત આ અંગેની કબુલાત કરી છે. ખુરશીદે કહ્યુ છે કે અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે અમારા નેતા જ છોડીને જતા રહ્યા છે. સલમાન ખુરશીદે પાર્ટીની સ્થિતી પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે હાર બાદ ગાંધીના કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામાના કારણે પાર્ટીમાં સંકટ વધી ગયુ છે. ખુરશીદે કહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી હાલમાં ભારે સંઘર્ષ કરી રહી છે. આવનાર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી લેવા અને ભાવિ સુનિશ્ચિત કરવા માટેની સ્થિતીમાં હાલમાં દેખાઇ રહી નથી.તેમણે કહ્યુ હતુ કે રાહુલ ગાંધીનૌ નિર્ણયના કારણે પાર્ટીની હાલત વધારે ખરાબ થઇ રહી છે. રાહુલ ગાંધીના રાજીનામાના કારણે કોંગ્રેસ પાર્ટી લોકસભાની ચૂંટણી બાદ જરૂરિ નિરીક્ષણ પણ કરી શકી ન હતી. કોંગ્રેસના મામલે તેમણે કહ્યુ છે કે અમે મુલ્યાંકન માટે પણ એકમત થઇ શક્યા નથી. લોકસભાની ચૂંટણીમાં કેમ પરાજિત થયા હતા તે અંગે કોઇ ચર્ચા રણ કરી શકાઇ નથી. આ પ્રથમ વખત એવુ બન્યુ છે જ્યારે કોંઇ સિનિયર નેતાએ આ અંગેની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધી રાજીનામુ આપે તેમ અમે ઇચ્છતા ન હતા. રાહુલના રાજીનામા બાદ એક જગ્યા ખાલી જેવી દેખાઇ રહી છે. સોનિયા ગાંધીએ જવાબદારી સ્વીકારી છે. પરંતુ અસ્થાયી રીતે કોઇ વ્યવસ્થા કરવામાં આવે તેમ અમે ઇચ્છતા નથી. રાહુલને રાજીનામુ ન આપવા માટે સમજાવવાના પ્રયાસો એ વખતે વ્યાપક પ્રમાણમાં થયા હતા.જા કે રાહુલ ગાંધી માન્યા ન હતા.