www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

અંકુશ રેખા નજીક ફરીવાર ૨૦ ત્રાસવાદી કેમ્પો સક્રિય

પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ઠંડીની શરૂઆત થાય તે પહેલા ત્રાસવાદીઓને મોટા પાયે ઘુસાડી દેવા માટેની યોજના તૈયાર કરી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ ફરી એકવાર ૨૦ ત્રાસવાદી કેમ્પો અને ૨૦ ત્રાસવાદી લોંચ પેડ સક્રિય કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યુ છે કે ફેબ્રુઆરીમાં પુલવામાં ખાતે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે જવાબી કાર્યવાહીરૂપે પાકિસ્તાનમાં ઘુસી જઇને બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદી માર્યા ગયા હતા. તેમના કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. બાલાકોટમાં ભીષણ હુમલા બાદ કેમ્પોને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરી કેમ્પો સક્રિય કરી દેવામાં આવ્યા છે. હાલમાં ૫૦ ત્રાસવાદી દરેક ત્રાસવાદી કેમ્પ અને લોન્ચિંગ પેડમાં હોવાના હેવાલ મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ ત્રાસવાદીઓ અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ભારે નારાજ છે. પાકિસ્તાની ત્રાસવાદી સંગઠનો હુમલાને લઇને ખતરનાક છે. જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગે કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં હાલમાં ૩૦૦ જેટલા ત્રાસવાદી સક્રિય છે. જેનો અર્થ એ છે કે રાજ્યમાં કોઇ પણ સમય હુમલો કરવામાં આવી શકે છે. જુદા જુદા ઇનપુટ મળી રહ્યા છે. ત્રાસવાદીઓ હાલમાં યુદ્ધવિરામનો ભંગ કરીને હુમલો કરી રહ્યા છે. સુરક્ષા દળો ભારે સતર્ક થયેલા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ સુરક્ષા દળો ખુબ જ સાવધાન અને સજ્જ થઇ ગયા છે. જા કે, હાલમાં જ કેટલાક ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવામાં સફળ થઇ ગયા છે. જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિર્દેશક દિલબાગસિંહ પણ કહી ચુક્યા છે કે, ૩૦૦ જેટલા ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. પાકિસ્તાને સરહદ પારથી ગોળીબાર વધુ તીવ્ર બનાવી દીધો છે. વધુને વધુ ત્રાસવાદીઓની ઘુસણખોરી થઇ શકે તે માટે પ્રયાસો થઇ રહ્યા છે. સિંહે રવિવારના દિવસે જ કહ્યું હતું કે, યુદ્ધ વિરામનો ભંગ કરવાની ઘટનાઓ વધી ગઈ છે અને કાશ્મીર અને જમ્મુ બંને ક્ષેત્રમાં ઘુસણખોરીના પ્રયાસો થઇ રહ્યા છે. યુદ્ધવિરામના ભંગ કરીને કનાચક, આરએસપુરા અને હિરાનગર તેમજ અંકુશરેખા ઉપર પુંચ, રાજારી, ઉરી, કેરન સેક્ટરમાં ઘુસણખોરી થઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોઇબા, હિઝબુલ મુઝાહિદ્દીન અને જૈશ સાથે જાડાયેલા આતંકવાદીઓની હાલમાં જ બેઠક યોજાઈ હતી. સુરક્ષા દળો અને અન્ય સંવદેનશીલ વિસ્તારોમાં હુમલા કરવાનો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.