www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

કલમ ૩૭૦ અને રાફેલ શસ્ત્રપુજા મુદ્દે શાહ દ્વારા કોંગ્રેસની ઝાટકણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કલમ ૩૭૦ના મુદ્દે તેના વલણ બદલ કોંગ્રેસ પાર્ટીની જારદાર ઝાટકણી કાઢી હતી. સાથે સાથે દેશને મળેલા પ્રથમ રાફેલ વિમાન પર શ† પુજાની વિધિ કરવાને લઇને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, રાફેલ શ†પુજા પણ કોંગ્રેસના લોકોને એક નાટક લાગે છે જે આઘાતજનક છે. એક ચૂંટણી રેલીને સંબોધતા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કલમ ૩૭૦ની નાબૂદીનો વિરોધ કર્યો હતો. કલમ ૩૭૦ને નાબૂદ કરવા સામે અથવા તો તરફેણમાં હવે તેઓ શું કહેવા માંગે છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપનાર કલમ ૩૭૦ની કરતા કહ્યું હતું કે, રાફેલની પૂજા એક તમાસા તરીકે હતી. આ પ્રકારના નાટકની કોઇ જરૂર ન હતી. અમે બોફોર્સ જેવા હથિયારો ખરીદીને લાવતા હતા ત્યારે દેખાવો કરવા માટે ત્યાં કોઇ લાવવા માટે પહોંચ્યા ન હતા. રાફેલ ઉપર ઓમ લખવાની બાબત અને તેની પૂજા કરવાની બાબત યોગ્ય છે કે કેમ તેને લઇને પ્રશ્નો બિનજરૂરી ઉઠી રહ્યા છે. દેખાવાને લઇને અંદર પણ અધિકારીઓ બેસી રહ્યા છે તેવો પ્રશ્ન મર્યો હતો. એરફોર્સના અધિકારીઓ હથિયારોને લઇને કોઇ વાત કરી શકે છે. મંત્રીઓ દ્વારા આ પ્રકારના નાટકો કરવામાં આવ્યા છે.