fbpx
www.citywatchnews.com
રાષ્ટ્રીય

હવે મોદીની બુલેટ ટ્રેન યોજનાની સમીક્ષાનો હુકમ : સંકટના વાદળો

કોઇ સમય ભારતીય જનતા પાર્ટીની સાથી તરીકે રહેલી શિવ સેનાએ હવે સત્તામાં આવ્યા બાદ જ જુના નિર્ણયોને બદલી નાંખવાની શરૂઆત કરી દીધી છે. સાથે સાથે જુના પ્રોજેક્ટોની સમીક્ષા કરવાની શરૂઆત કરી દીધી છે. મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન સહિત રાજ્યમાં ચાલી રહેલી તમામ વિકાસ યોજનાઓની સમીક્ષા કરવાનો આદેશ જારી કરી દીધો છે. મુખ્યપ્રધાને રવિવારના દિવસે કહ્યુ હતુ કે તેઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. બુલેટ ટ્રેન યોજનાને ખેડુતો અને આદિવાસીઓએ તરફથી જારદાર નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. જેમની જમીન અધિગ્રહણ કરવામાં આવનાર છે તેમના તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આ સરકાર આમ આદમીની સરકાર છે. જેમ કે તમે પ્રશ્ન કર્યો છે કે અમે બુલેટ ટ્રેન યોજનાની સમીક્ષા કરીશુ તો તેનો જવાબ છે તેઓએ આર કાર શેડની જેમ બુલેટ ટ્રેન યોજનાને રોકી નથી. સમીક્ષા કરવાનો આદેશ કર્યો છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે સપ્ટેમ્બર ૨૦૧૭માં અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જા આબે દ્વારા ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે પ્રોજેક્ટનુ શિલાન્યાસ કર્યુ હતુ. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકી એક તરીકે આને ગણવામાં આવે છે. આ ડ્રીમ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૩ સુધી પૂર્ણ કરવાની યોજના છે પરંતુ તેમાં હવે વિલંબ થઇ શકે છે. આ પ્રોજેક્ટને લઇને ટ્રેક લેન્થ આશરે ૫૦૮ કિલોમીટર છે. જે મુંબઇના બીકેસીથી ગુજરાતના સાબરમતી સુધી જનાર છે. આ સંબંધમાં જુનમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે કહ્યુ હતુ કતે આ યોજના પર આશરે ૧.૦૮ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. આમાંથી ૮૧ ટકા રકમ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જીકા)ના માધ્યમથી કરવામાં આવનાર છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે તેમની સરકાર રાજ્યની નાણાંકીય Âસ્થતી પર શ્વેત પત્ર લાવનાર છે. તેમણે કહ્યુ હતુ કે રાજ્ય સરકાર જેના પર આશરે પાંચ લાખ કરોડ રૂપિયાનુ દેવુ છે તે ખેડુતોના દેવાને માફ કરવા માટે તૈયાર છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ મેટ્રો કાર શેડ નિર્માણ પર કામ રોકી દેવાની જાહેરાત કરી હતી. સાથે સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા જે પર્યાવરણ લોકો પર કેસ કરવામાં આવ્યા હતા તેમની સામેના કેસો પરત ખેંચવામાં આવનાર છે. આ ઘોષણા એવા સમય પર કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં કોંગ્રેસ, એનસીપી અને શિવ સેનાની નવી સરકાર બની ચુકી છે. ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકાર સત્તારૂઢ બની ચુકી છે. સરકારે હાલમાં વિશ્વાસ મત જીતી લીધો હતો. ઉદ્ધવે કહ્યુ હતુ કે પ્રતિશોધની રાજનિતી સાથે કોઇ પગલા લેવામાં આવનાર નથી. ગઇકાલે પહેલી ડિસેમ્બરના દિવસે કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજ્ય વિધાનસભાની હજુ સુધી રહેલી પરંપરા મુજબ જ તેમની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નવા ગઠબંધન મહા વિકાસ અઘાડીએ તેમને સંયુક્તરીતે સ્પીકર પદના ઉમેદવાર બનાવ્યા હતા. આ પહેલા વિપક્ષી દળ ભાજપે સ્પીકર પોસ્ટ માટે પોતાના ઉમેદવાર કિશન કઠોરેનું નામ છેલ્લી ઘડીએ પાછુ લઇ લીધું હતું. તે પહેલા મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે ૩૦મી નવેમ્બરના દિવસે વિધાનસભામાં બહુમતિ પુરવાર કરી દીધી હતી. આની સાથે જ ઉદ્ધવ ઠાકરેની સરકારે પ્રથમ અડચણને દુર કરી દીધી હતી. નવી ઉદ્ધવ ઠાકરેની સરકારને ૨૮૮ સભ્યોની વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં ૧૬૯ ધારાસભ્યોએ સમર્થન આપ્યુ હતું. જ્યારે ચાર ધારાસભ્યોએ કોઈની પણ તરફેણમાં મત આપ્યા ન હતા. ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. જેથી વોટિંગ દરમિયાન સરકારની સામે એક પણ મત પડ્યા ન હતા. કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે ઉદ્ધવ ઠાકરેની સરકારને લઈને વિશ્વાસ મત રજુ કર્યો હતો. આ પ્રસ્તાવને એનસીપીના નવાબ મલિક અને શિવસેનાના સુનિલ પ્રભુએ ટેકો આપ્યો હતો. વિશ્વાસ મત પ્રસ્તાવ હેઠળ પહેલા તમામ સભ્યો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના મતોની ગણતરી કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન ભાજપના ધારાસભ્યોએ સત્રને નિયમ હેઠળ ન બોલાવવાને લઈને વોક આઉટ કર્યો હતો. મહારાષ્ટ્ર ભાજપ વિધાનસભા પક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસ રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સ્પીકર નાના પટોલેએ ગૃહમાં આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપને વિધાનસભામાં વિપક્ષી પાર્ટીનો દરજ્જા આપવામાં આવી રહ્યો છે અને ફડનવીસ વિપક્ષના નવા નેતા તરીકે રહેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધશે કે કેમ તેને લઇને એ વખતે હોબાળો શરૂ થઇ ગયો હતો જ્યારે મહારાષ્ટ્રમાં શિવ સેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર બની ગઇ હતી. કારણ કે પ્રોજેક્ટને લઇને કોંગ્રેસ દ્વારા વિતેલા વર્ષોમાં પણ હોબાળો મચાવ્યો હતો.

Related posts

ઇઝરાયેલ દ્વારા જીવલેણ કોરોના વાયરસની રસી બનાવવામાં આવી

City Watch News

ટ્રેડ વોરની દહેશત વચ્ચે સેંસેક્સ ૧૨૭ પોઇન્ટ ગગડીને અંતે બંધ

City Watch News

ભારતમાં કોરોનાના વધુ છ કેસો નોંધાયા : કેસની સંખ્યા ૪૦ થઇ

City Watch News