www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

હેમિલ્ટન ટેસ્ટ : રુટની ભવ્ય બેવડી સદી, ઇંગ્લેન્ડ મજબૂત

હેમિલ્ટન ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે ચોથા દિવસે ન્યુઝીલેન્ડના પ્રથમ દાવમાં ૩૭૫ રન ઓલઆઉટના જવાબમાં ઇંગ્લેન્ડે ૪૭૬ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન રુટે કેપ્ટન ઇનિંગ્સ રમીને ૪૪૧ બોલમાં ૨૨૬ રન બનાવ્યા હતા જેમાં ૨૨ ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોપે ૭૫ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી વાગનરે ૧૨૪ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આજની રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે બીજા દાવમાં બે વિકેટે ૯૬ રન કર્યા હતા. કેપ્ટન વિલિયમસન ૩૭ અને ટેલર ૩૧ રન સાથે રમતમાં હતા. ન્યુઝીલેન્ડ હજુ પણ પાંચ રન પાછળ છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. આવતીકાલે આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડ સામે બેટિંગ કરવાની મોટી જવાબદારી રહેશે. કારણ કે સસ્તામાં આઉટ થવાની સ્થિતિમાં ઇંગ્લેન્ડને જીતવાની તક મળી શકે છે. ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં ૩૭૫ રન ઓલઆઉટના જવાબમાં રમત બંધ રહી ત્યારે પાંચ વિકેટ ગુમાવીને ૨૬૯ રન બનાવી લીધા હતા. આજે આગળ રમવાની શરૂઆત કરી હતી. રુટ અને પોપ છવાયેલા રહ્યા હતા. બંનેએ ન્યુઝીલેન્ડના બોલરો સામે મક્કમતાપૂર્વક બેટિંગ કરીને તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. આંકડા પર નજર કરવામાં આવે તો હેમિલ્ટનના આ મેદાન પર છેલ્લી છ ટેસ્ટ મેચ પૈકી ન્યુઝીલેન્ડે પાંચ મેચો જીતી છે. આનો મતલબ એ થયો કે, છેલ્લી છ ટેસ્ટ મેચ પૈકી ન્યુઝીલેન્ડની એક પણ ટેસ્ટમાં હાર થઇ નથી. રોસ ટેલરે હેમિલ્ટનમાં ૧૮ ટેસ્ટ સદી પૈકી પાંચ સદી ફટકારી છે. અહીં તેને હવે વધુ એક સદી કરવાની તક રહેલી છે. આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રુટે ટોસ જીત્યા બાદ વરસાદગ્રસ્ત માહોલમાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. માઉન્ટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવે યજમાન ન્યુઝીલેન્ડે ઇગ્લેન્ડ પર એક ઇનિગ્સ અને ૬૫ રને જીત મેળવીને શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી.મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. રુટની શાનદાર બેટિંગ જારી રહી હતી. રુટે ૪૪૧ બોલમાં ૨૨ ચોગ્ગા અને એક છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા પરંતુ ૩૩૬ મિનિટ સુધી તેની બેટિંગ રહી હતી જેથી ક્રિકેટ ચાહકો ધીમી બેટિંગના લીધે નિરાશ થયા હતા.