22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
રાષ્ટ્રીય

દેવિન્દરને મૌન કરવા NIAને તપાસ સોંપાઈ : રાહુલનો દાવો

જમ્મુ કાશ્મીર પોલીસના એન્ટી હાઈજેકિંગ સેલના ડીએસપી રહી ચુકેલા દેવિન્દરસિંહના કેસને રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ)એને સોંપી દેવાને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, આ ગંભીર મામલામાં કેન્દ્ર સરકાર ઘણી બધી બાબતોને છુપાવવા માટેના પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધીએ એનઆઈએની નિષ્પક્ષતાને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, આ તપાસ એજન્સીના પ્રમુખ પણ એક મોદી જ રહેલા છે. રાહુલ ગાંધીએ આતંકવાદીઓ સાથે ધરપકડ કરવામાં આવેલા ડીએસપી દેવિન્દર મામલા પર ટ્‌વટ કરીને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દેવિન્દરને શાંત કરાવવા માટે એનઆઈએને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, વાયકે મોદીની દેખરેખમાં આ સમગ્ર મામલામાં તપાસ ચાલી રહી છે. નિષ્પક્ષ તપાસ માટેની માંગ કરવામાં આવી ચુકી છે. રાહુલે પ્રશ્ન કરતા કહ્યું છે કે, આખરે વિવાદમાં આવેલા દેવિન્દરને શાંત કરવાના પ્રયાસ તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્‌વટ કરતા કહ્યું છે કે, એનઆઈએના હાથમાં કેસ પહોંચી ગયા બાદ આ મામલો હવે દબાઈ જશે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું છે કે, એનઆઈએના પ્રમુખના હાથમાં આ મામલો પહોંચી ગયા બાદ હવે કોઇપણ પ્રકારના પરિણામ મળી શકશે નહીં. એનઆઈએના પ્રમુખ પણ બીજા મોદી છે. વાયકે મોદીએ ગુજરાત રમખાણ અને હરેન પંડ્યા હત્યા મામલામાં તપાસ કરી હતી. વાયકેની દેખરેખમાં આ કેસ ખતમ થઇ ગયો હોય તેમ લાગે છે. એનઆઈએના વર્તમાન પ્રમુખનું નામ યોગેશચંદ્ર મોદી છે. વાયકે મોદી નથી તેમ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સમગ્ર મામલા પર મોદી અને અમિત શાહના મૌનને લઇને પણ રાહુલ ગાંધીએ પ્રશ્નો કર્યા છે.

 

Related posts

દિલ્હી : ૪૯૦૦૦થી વધુ અર્ધલશ્કરી જવાન તૈનાત

City Watch News

કોરોના વાયરસથી ચીનમાં હજુ ભારે દહેશત યથાવત

City Watch News

સેંસેક્સમાં એફએન્ડઓ પૂર્ણાહૂતિ વચ્ચે વધુ ૧૧૦ પોઇન્ટનો ઉછાળો

City Watch News