fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
સૌરાષ્ટ - કચ્છ

ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પજવણી કરી બિભસ્ત મેસેજ તથા માંગણી કરનારને શોધી કાઢતી રેન્જ સાયબર ક્રાઇમ સેલ, જુનાગઢ

જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના મુજબ વધતા જતા સાયબર ક્રાઇમને રોકવા તેમજ બનેલ સાયબર ક્રાઇમના બનાવોની ઉંડાણપૂર્વક તપાસ કરી ડીટેકટ કરવા માટે રેન્જ સાયબર ક્રાઇમ સેલને સુચના કરેલ.
અરજદારશ્રીના પુત્રવધુના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જુદા જુદા ફેક એકાઉન્ટો દ્રારા બિભસ્ત મેસેજો મોકલેલ તથા બિભસ્ત માંગણી કરી અને બદનામ કરવાની ધમકી આપેલ તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવા અરજદારશ્રીના પુત્રના નામનો ઉપયોગ કરેલ. જે અંગેની અરજી મળતા રેન્જ સાયબર ક્રાઇમ સેલ જુનાગઢ દ્રારા તપાસ કરી આ જુદા જુદા ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટો અંગે તમામ ટેકનીકલ એનાલીસીસ કરતા આ ફેક એકાઉન્ટો બનાવનાર આશિષ ભુરસિંગભાઇ કલાસવા રહે. રાજકોટ વાળાનું નામ ખુલવા પામતા તેના વિરૂધ્ધ જુનાગઢ ‘બી’ ડીવી. પો.સ્ટે. સે.૧૧૨૦૩૦૨૪૨૦૧૬૧૩ આઇ.પી.સી.ક.૫૦૯,૩૫૪(ઘ)
આઇ.ટી.એકટ ૨૦૦૦ની ૬૬(સી) મુજબ ગુન્હો દાખલ કરાવેલ. આ ઉપરોકત કામગીરીમાં પો.ઇન્‍સ. શ્રી કે.કે.ઝાલા સા. તથા પો.સ.ઇ. કે.એમ.મોરી, વા.પો.સ.ઇ. વી.એમ.જોટાણીયા, તથા વા.પો.સ.ઇ. એન.એ.જોષી., પો.હેડ કોન્‍સ. પિયુષ ચાવડા તથા
પો.કોન્‍સ.રમેશભાઇ શિંગરખીયા પો.કોન્‍સ. ભુમીતભાઇ વિભાણી, મયુરભાઇ અગ્રાવત, તથા અરવિંદભાઇ વાવેચાનાઓ સાથે રહી કામગીરી કરેલ છે.

Related posts

ઝાંઝરડા ખાતે જિલ્લાકક્ષાની પશુંપાલન શિબિરમાં સહભાગી થતાં ૫૦૦ થી વધુ પશુપાલકો- ખેડૂતો

City Watch News

દીવ નુશી દ્વારા સિમેનભાઈઓ માટે નોકરી હેતુ સેમિનાર યોજાયો

City Watch News

પરબધામના મહંત કરશનદાસ બાપુએ ગત વર્ષે આગાહી કરી હતી 2020માં વાયરસ આવશે

City Watch News