ફાસ્ટટૅગના સરેરાશ દૈનિક કલેક્શનનો આંક ૧૦૦ કરોડને પારઃ ગડકરી

ફાસ્ટટૅગના સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડને પાર કરી ગયો હોવાની માહિતી કેન્દ્રના રોડ, પરિવહન અને એમએસએમઈ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે રાજ્યસભામાં આપી હતી. ગડકરીના જણાવ્યાનુસાર ૧૬, માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશભરમાં ત્રણ કરોડ કરતાં પણ વધુ ફાસ્ટટૅગ આપવામાં આવ્યા હતા. ૧, માર્ચ ૨૦૨૧થી ૧૬, માર્ચ ૨૦૨૧ દરમિયાન ફાસ્ટટૅગનો સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડ કરતાં વધુ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
નેશનલ હાઈવેના પૂરા કરાયેલા કોરિડોરમાં એનએચએઆઈ (નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા) દ્વારા ટોલ પ્લાઝા ખાતે ૫૫૦ ઍમ્બ્યુલન્સ સેવામાં દાખલ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. આ ૫૫૦ ઍમ્બ્યુલન્સમાંથી ૧૭૧ને બૅઝિક લાઈફ સપોર્ટ માટે અપગ્રેડ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
Recent Comments