રિપબ્લિક ડે અને આર્મી ડે પરેડમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા લગભગ ૧૫૦ સૈનિકો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સેફ બબલ પર મોકલતા પહેલા આ સૈનિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં કેટલાક પોઝીટીવ મળી આવ્યા છે. મીડિયાનાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યુ છેકે, લગભગ બધા જ એસિમ્પ્ટોમેટિક છે. પોઝીટીવ મળેલા સૈનિકોને દિલ્હી કેન્ટોનમેન્ટમાં ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે. આ સૈનિકો પરીક્ષણ કરાયેલા થોડા હજાર સૈનિકોમાંના છે. આવી સ્થિતિમાં, પરેડ સુરક્ષિત રીતે યોજવા માટે જરૂરી પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે.
ડિસેમ્બરમાં દર વર્ષે હજારો સૈનિકો દિલ્હી આવે છે. રિપબ્લિક ડે અને આર્મી ડે પર પરેડમાં ભાગ લે છે. કોવિડ રોગચાળો હોવા છતાં, આવતા વર્ષે ૨૬ જાન્યુઆરીએ રાજપથ પરેડની તૈયારીઓ ચાલી રહી છે. ભારતે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસનને પ્રજાસત્તાક દિવસ ૨૦૨૧ની ??ઉજવણી માટે મુખ્ય અતિથિ તરીકે આવવા આમંત્રણ આપ્યું છે. યુકેમાં નવા કોવિડ સ્ટ્રેન હોવા છતાં તે ભારત આવી રહ્યા છે, વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે.
જૉનસને ગયા વર્ષે કાર્યભાર સંભાળ્યા પછી આ તેની પ્રથમ મોટી વિદેશ યાત્રા હશે. ભારતની તેમની મુલાકાતે બોરીસે કહ્યું છે કે “આવતા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લઈને હું ખૂબ ખુશ છું.”૨૭ વર્ષ પછી હશે કે જ્યારે બ્રિટનના વડા પ્રધાન ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પહેલા ૧૯૯૩માં બ્રિટીશ વડા પ્રધાન જ્હોન મેજરે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લીધો હતો.
રિપબ્લિક ડે પરેડમાં સામેલ થવા દિલ્હી આવેલ ૧૫૦ સૈનિકો કોરોના પોઝિટિવ

Recent Comments