fbpx
ગુજરાત

અમદાવાદમાં અનિશ્ચિતકાળ સુધી કોરોના વેક્સિનેશનની કામગીરી બંધ

અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણને જાેઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મોટો ર્નિણય લીધો છે. આજે એક મહત્વપૂર્ણ અને મોટા સમાચાર મળી રહ્યા છે. હવે શહેરમાં કોરોનાની વેક્સિનેશનની કામગીરી અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરી દેવામાં આવી છે. વેકસીનેશનની કામગીરી અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવાનો એએમસીએ ર્નિણય કર્યો છે. બીજી બાજુ ગુજરાતમાં આજે પણ રસીકરણ બંધ રહેશે. હાલ વર્તમાન પરિસ્થિતિને જાેતા આ ર્નિણય લેવાયો છે. આરોગ્ય તંત્ર સ્ટેન્ડબાય હોવાથી રસીકરણ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. ૨૦મેથી રસીકરણ ફરી શરૂ કરાશે.

મે મહિનાની પહેલી તારીખથી ૧૮થી ૪૫ વયના નાગરીકોને રસી આપવાનું કામ શરુ થયું હતું. ત્યારબાદ અવાર નવાર રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગત જાન્યુઆરી મહિનાની ૧૬ તારીખથી પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને ત્યાર બાદ ૪૫થી વધુ વયના નાગરીકો અને સિનિયર સિટીજનોને રસી આપવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.
પરંતુ રાજ્યમાં વાવાઝોડું ત્રાટકવાનું હોવાથી હાલ રસીકરણ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં ૪૫ વર્ષથી વધુ વયના અને ૧૮થી ૪૪ વર્ષના વયના તમામ લોકોને રાજય સરકારની સૂચના ન મળે ત્યાં સુધી વેક્સિન આપવામા નહિ આવે.

Follow Me:

Related Posts