અમરેલી

અમરેલીના શહેરીજનો છેલ્લા ઘણા સમય થી અગ્નિ વર્ષા થી લોકો થયા પરેશાન, હાલ અમરેલી નું મહતમ તાપમાન 44 ડિગ્રી

અમરેલીના શહેરીજનો  છેલ્લા ઘણા સમય થી અગ્નિ વર્ષા થી લોકો થયા પરેશાન, હાલ અમરેલી નું મહતમ તાપમાન  44 ડિગ્રી                                                                અમરેલી પંથકમાં આમ તો પાછલા ઘણા સમયથી તાપમાનનો પારો જાણે નીચે ઉતરવાનુ નામ લેતો નથી. પણ શહેરનુ મહતમ તાપમાન 44 ડિગ્રી નોંધાયુ હતુ. છેલ્લા ઘણા સમય થી શહેર માં  તાપમાન નો  પારો વધતો હોવાથી લોકો પરેશાન થઇ ચૂકયા છે  હાલ અમરેલી શહેર માં ૪૦ થી ૪૫  આજુ બાજુ તાપમાન રહે છે બળબળતા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતા. તો હવામા ભેજનુ પ્રમાણ વધતા ભારે ઉકળાટની સ્થિતિ જોવા મળી હતી.શહેરમાં પાછલા એકાદ માસથી ગરમીનો પારો સતત ઉંચકાયેલો જ જોવા મળી રહ્યો છે.

આજે પણ શહેરનુ મહતમ તાપમાન 44 ડિગ્રી નોંધાયુ હતુ. અહી આકરા તાપથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. બપોરના સુમારે તો જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેમ લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનુ પણ ટાળી રહ્યાં છે. અને તાપમાન વધવા ને કારણે ભારે ઉકળાટ જોવા મળે છે અને ગરમી ને લઇ ને લોકો ખુબજ પરેશાન થયા છે હવે આ ગરમી થી કઈ રીતે છુટકારો મળે તે માટે તે અવનવા પ્રયત્નો કરતા રહે છે  જેમકે રાતે બહાર ચાલવા જવું , આઈસ્ક્રીમ, ગોળા, શેરડી નો રસ જેવા ઠંડા પીણા પીવા નું રાખે છે લોકો થોડા દિવસો પહેલા અહી માવઠાની સ્થિતિ પણ ઉભી થઇ હતી અને રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા વિસ્તારમા કમોસમી વરસાદ ખાબકયો હતો. આજે શહેરમા ન્યુનતમ તાપમાન 26.1 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે હવામા ભેજનુ પ્રમાણ વધીને 80 ટકા નોંધાયુ હતુ. તો પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 10.3 કિમીની રહી હતી.

Related Posts