અમરેલી કલોથ મરચન્ટ એસોસીએશને કાપડ ઉપર જીએસટીનાં દર ૫% થી ૧૨% વધારવાનો નિર્ણય મોકુફ રાખવા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના હિસાબે તમામ ધંધા હાલક–ડોલક સ્થિતિમાં છે. જે હજુ કોરોનાની સ્થિતિનું કશું નકકી નથી. તો આ વધારો મોકુફ રાખવા નમ્ર વિનંતી છે. કાપડનો ધંધો કોઈ લકઝરી પ્રોડકટનો ધંધો નથી. રોટી, કપડા, મકાનનો ભારત સરકારે આવશ્યક જીવન જરૂરીયાત વસ્તુમાં સમાવેશ કરેલ છે. જે દરેક મધ્યમ તથા ગરીબ માણસને જરૂરીયાતની વસ્તુ છે. તેથી આ વધારો કોઈ રીતે ચાલે તેમ ન હોય આ નિર્ણયને મોકુફ રાખવો. મોદી સરકારનું એક સ્વપ્ન છે કે વન નેશન વન ટેકસ હોવો જોઇએ. તે બાબત કાપડમાં અગાઉ ઉત્પાદન ઉપર જ એકસાઈઝ ડયુટી હતી. તે મુજબ જુની રીત રાખવી જોઇએ. જેથી ટેક્ષ ચોરી ન થાય અને અમલદાર શાહી ઓછી થાય.
તો આ બાબતે સરકાર પુનઃ વિચારણા કરી કાપડ ઉપર જે જીએસટીના દર વધારાનો નિર્ણય કરેલ છે તે મોકુફ રાખવા નમ્ર વિનંતી છે.
અમરેલી કલોથ મરચન્ટ એસોસીએશને GSTનાં દર મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું


















Recent Comments