અમરેલી

અમરેલી. રાજુલા જાફરાબાદ વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં રાખી  રાજુલા જાફરાબાદ તાલુકા માં  કોળી સમાજ ની મિટિંગ નો દોર ચાલુ થયો

અમરેલી. રાજુલા જાફરાબાદ વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાન માં રાખી  રાજુલા જાફરાબાદ તાલુકા માં  કોળી સમાજ ની મિટિંગ નો દોર ચાલુ થયો છે જેમાં જાફરાબાદ ના કરણ પટેલ દ્વારા હાલ જાફરાબાદ રાજુલા ખાંભા ના ગામડા ઓ માં પરિવર્તન લાવવા નો દોર ચાલુ થયો છે અહીં 
રાજુલા જાફરાબાદ ખાંભા માં 33 ટકા છે કોળી જ્ઞાતિ નું મતદાન.છે જેથી આ સીટ પર થી કરણ બારૈયા અહીં લોકો ના પ્રતિનિધિ બની વિધાન સભા માં જાય તેવી લોક ચાહના ઉભી થઇ છે જેથી અહીં રાજુલા ના  કોળી સમાજ ના આગેવાનો ચૂંટણી ને લઈ ને મેદાન માં આવ્યા.છે અને ચાંચ બંદર ખાતે કોળી સમાજ ના અગ્રણી કરણ બારૈયા ઘોડી લઈ ને  મિટિંગ માં પહોંચ્યા હતા  અહીં કરણ બારૈયા અખિલ ભારતીય કોળી સમાજ ના  જિલ્લા ના પ્રમુખ  છે અને તે રાજુલા જાફરાબાદ ખાંભા વિધાન સભા માં ચૂંટણી લડે તેવી હાલ લોક માંગ ઉઠી છે ત્યારે કોળી સમાજ ના પટેલ ગણાતા જાફરાબાદ ના કરણ બારૈયા  ચૂંટણી ના પ્રચાર માં નીકળતા અનેક તર્ક વિતર્ક .થવા પામ્યા છે  અહીં થોડા સમય પહેલા કરણ બારૈયા ના કાર્યક્રમ માં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા ત્યારે  રાજુલા જાફરાબાદ ના દિગજ કોળી નેતા મેદાન માં ઉતરતા અહીં લોકો પણ ઇચ્છિ રહ્યા છે કે ગરીબો ના બેલી કરણ ભાઈ ચૂંટણી લડે અને આ વિસ્તારના લોકો ના પ્રશ્નો હલ કરે..

Related Posts