અમરેલી

ઈશ્વરીયા ખાતે પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

પ્રધાનમંત્રી પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને સરકાર દ્વારા નિયત સામગ્રીમાંથી સૌથી સ્વાદિષ્ટ અને ઉત્તમ વ્યંજન બનાવનાર આંગણવાડી સંચાલકો રસોઈયા અને હેલ્પરોની ક્લસ્ટર કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્પર્ધા યોજાયા બાદ જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશન એટલે કે રસોઈ સ્પર્ધા ઈશ્વરીયા પ્રાથમિક શાળા ખાતે યોજાઇ હતી. જિલ્લાના તમામ તાલુકામાંથી વિજેતા બનેલ એક એક મધ્યાહન ભોજન કર્મચારીએ જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જેમાં લીલીયાની વાઘણીયા પ્રાથમિક શાળાના સંચાલક ભારતીબેનએ સ્વાદિષ્ટ વાનગી બનાવી પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. તેઓને રૂા.૧૦,૦૦૦/- નો ચેક અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. બાબરાની ઇંગોરાળા પ્રાથમિક શાળાના સંચાલક અલ્પાબેનએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરતા તેઓને રૂ. ૫૦૦૦/- નો ચેક અને તૃતીય ક્રમે આવનાર રાજુલાની વડનગર પ્રાથમિક શાળાના સંચાલક અનસુયાબેનને રૂ. ૩૦૦૦/- નો ચેક અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત ક૨વામાં આવ્યા હતા. આ તકે મધ્યાહન ભોજન યોજના અને સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts