કેન્દ્ર સરકાર દેશવાસીઓને ૭ AIIMS ભેટ આપશે વડાપ્રધાન મોદી ૬ એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે
લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય સેવાઓને લઈને મોટો ર્નિણય લેવા જઈ રહી છે. આગામી ૧૦ દિવસમાં કેન્દ્ર સરકાર દેશવાસીઓને ૭ છૈંૈંસ્જી ભેટ આપશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન બહુ જલ્દી ૬ એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. તે જ સમયે, ૧૬ ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારા રેવાડી છૈંૈંસ્જીનો શિલાન્યાસ કરવાનો છે. છૈંૈંસ્જીના સ્વાસ્થ્ય માળખા માટે સરકાર દ્વારા આશરે રૂ. ૧૦,૨૦૦ કરોડની વિશાળ બજેટ ફાળવણી કરવામાં આવી છે. ઁસ્ જે ૬ છૈંૈંસ્જીનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તેમાં ગુજરાતમાં રાજકોટ, ભટિંડા, પંજાબમાં રાયબરેલી, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી, આંધ્રપ્રદેશમાં મંગલગિરી અને જમ્મુમાં અવંતિપુરનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે હરિયાણાના રેવાડી જશે. આ દરમિયાન, તેઓ શહેરી પરિવહન, આરોગ્ય, રેલ અને પર્યટન ક્ષેત્રો સાથે સંબંધિત ૯,૭૫૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન કાર્યાલય (ઁસ્ર્ં) એ ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી. આ મુજબ તેઓ રેવાડીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (છૈંૈંસ્જી)નો શિલાન્યાસ કરશે અને કેટલાક રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત પણ કરશે. ઁસ્ર્ંએ કહ્યું કે રેવાડીમાં છૈંૈંસ્જીનો શિલાન્યાસ સમગ્ર દેશમાં જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ છે. અંદાજે ૧,૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનાર છૈંૈંસ્જી રેવાડીને રેવાડીના મજરા મસ્તિલ ભરખી ગામમાં ૨૦૩ એકર જમીન પર વિકસાવવામાં આવશે. પીએમ મોદી ૨૦ ફેબ્રુઆરીએ જમ્મુના પ્રવાસે હશે અને તેઓ અહીં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે. જમ્મુ પહેલા પીએમ ૧૯ ફેબ્રુઆરીએ સંભલમાં કલ્કી ધામની મુલાકાત લેશે. સવારે દસ વાગ્યે કલ્કિ ધામનો શિલાન્યાસ કરશે અને પછી જમ્મુ જવા રવાના થશે. ૨૪મી ફેબ્રુઆરી શનિવારના રોજ તેઓ જામનગરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે અને ત્યારબાદ ૨૫મી ફેબ્રુઆરીને રવિવારે તેઓ બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજને જનતાને અર્પણ કરશે. આ પછી, તેઓ રાજકોટ એઈમ્સમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ઘણા વિકાસ પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
Recent Comments