fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલમાં પરિણિતાનું અપહરણ કરી ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો

દિલ્હીમાં બાળકી પર દુષ્કર્મનો બનાવ તાજાે જ છે. તેવામાં યુપી-બિહાર જેવી ગુંડાગીરી હવે ગુજરાતમાં પણ બનવા લાગી હોય તેવી ઘટના ગોંડલમાં બની જેમાં ગોંડલ તાલુકાના ચોરડી ગામે સાકરવાડી વિસ્તારના ઝૂંપડામાં રહેતી શ્રમિક પરિણીતાનાં પરિવાર પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરીને તેણીનું અપહરણ કરી લીધુ હતું, બાદમાં તેમાનાં બે શખ્સોએ આ મહિલા પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. હાલ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલનાં ચોરડી ગામે ઝુંપડામાં રહેતી શ્રમિક પરિણીતાનાં પરિવાર પર હિંમત લાભુભાઈ ચારોલીયા (રહે. રતનપુર, તાલુકો વઢવાણ), વિજય દેવુભાઈ માથાસુરીયા (રહે. ધોળકા, જીલ્લો અમદાવાદ) તેમજ હબલો લાભુભાઈ ચારોલીયા (રહે. રતનપર)એ જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં પરિણીતાનું બુલેટ બાઈકમાં અપહરણ કરીને રતનપર પાસે પ્રથમ હિમતે બાવળની કાંટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં હબલાએ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

બનાવ અંગે પરિણીતાના પતિ દ્વારા ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે અપહરણનું પગેરું મેળવી રતનપરથી પરણિતાને બચાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ આઇપીસીની કલમ ૩૬૫, ૩૭૬, ૪૫૨, ૪૪૨, ૫૦૬, ૩૨૩, ૧૧૪ અને જીપીએફની કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર પરિણીતા સગા મામા સાથે લગ્ન કરીને રહેતી હતી અને સંતાનમાં ૯ માસનો એક પુત્ર પણ છે.

Follow Me:

Related Posts