જ્યોર્જિયન એરવેઝે તેમના જ દેશના રાષ્ટ્રપતિ પર લગાવ્યો પ્રતિબંધ
જ્યોર્જિયાની રાષ્ટ્રીય એરલાઈને દેશના રાષ્ટ્રપતિને તેની સેવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાની તાસ (્છજીજી) ન્યૂઝ એજન્સી તરફથી મળેલા સમાચાર અનુસાર, જ્યોર્જિયન એરવેઝના સ્થાપકે રશિયા સાથે ફ્લાઈટ સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો વિરોધ કરવા બદલ રાષ્ટ્રપતિ વિરુદ્ધ આ પગલું ભર્યું છે. રશિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે જ્યોર્જિયા સાથેની ડાયરેક્ટ ફ્લાઈટ્સ પરનો ૪ વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી રહ્યું છે, અને રશિયામાં જનારા જ્યોર્જિયનોને વિઝામાંથી મુક્તિ આપવામાં આવી રહી છે.
તે જ સમયે, જ્યોર્જિયાના રાષ્ટ્રપતિ, સલોમ ઝૌરાબિચવિલીએ, જ્યોર્જિયન સત્તાવાળાઓને રશિયન પહેલને નિષ્ફળ બનાવવા વિનંતી કરી, પરંતુ એરલાઇન કંપનીએ તેની અપીલને અવગણી અને તેના પર ઉડાન પર પ્રતિબંધ મૂક્યો. તમઝ ગ્યાશવિલી, જેઓ ખાનગી માલિકીની જ્યોર્જિયન એરવેઝના સ્થાપક પણ છે, રવિવારે આડકતરી રીતે ઝૌરાબિચવિલી પર નિશાન સાધતા કહ્યું કે, તેણીનું પ્લેનમાં સ્વાગત નથી, અને જ્યાં સુધી તેણી ‘જ્યોર્જિયન લોકોની માફી નહીં માંગે’ ત્યાં સુધી તેણી પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
તે જ સમયે, રાષ્ટ્રપતિ ઝૌરાબિચવિલી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જાેકે, જ્યોર્જિયન અધિકારીઓએ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનું સ્વાગત કર્યું, કાકેશસમાં કેટલાક, જ્યોર્જિયાના દક્ષિણી પ્રદેશ કે જે યુરોપિયન યુનિયન તરફી છે, રવિવારે મધ્ય તિબિલિસીમાં આ પગલાનો વિરોધ કર્યો. ઘણા જ્યોર્જિયનો મોસ્કો સાથેના કોઈપણ સંબંધોનો વિરોધ કરે છે, કારણ કે, મોસ્કોના સૈનિકો અબખાઝિયા અને દક્ષિણ ઓસેશિયા જેવા દેશના કેટલાક પ્રદેશો પર કબજાે કરે છે.
Recent Comments