fbpx
ભાવનગર

તળાજામાં આધેડ પર દીપડાનો હુમલોઃ સારવાર દરમ્યાન મોત

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં જળ પલ્લવિત વિસ્તારોમાં બારેમાસ હરિયાળી આચ્છાદિત વિસ્તાર સિંહ,દીપડા સહિતના હિંસક પશુઓ નો કાયમી રહેઠાણ બન્યો છે પરંતુ આ રાની પશુઓ વન-વગડે વસવાટ કરતા ખેડૂતો, ખેત શ્રમજીવી ઓ માલધારીઓ ના સિધ્ધા સંપર્કમાં આવતા સર્જાતા ઘર્ષણમાં હંમેશાં લોકો તથા માલધારીઓ ના કિંમતી પશુઓની મોટાં પ્રમાણમાં જાનહાનિ થાય છે અને ઉત્તરોત્તર આવાં બનાવોમાં ખાસ્સો એવો વધારો જાેવા મળી રહ્યો છે.

વનવિભાગ દ્વારા આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ શોધી શક્યું નથી જેને પગલે ગ્રામ્ય પંથકના અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં લોકો પર સતત જીવનું જાેખમ તોળાયેલુ રહે છે આવાં જ એક બનાવમાં એક આધેડ વયનાં ખેડૂત પોતાની વાડીએ વાવેતર કરેલ મોલાતનુ રાત્રી રખોપુ કરવા ગયાં હતાં એ દરમિયાન મોડી રાત્રે ખેડૂત પર દીપડાએ હુમલો કરતાં ખેડૂત નું મોત નિપજ્યું હતું.

Follow Me:

Related Posts