તેલ કા ખેલઃ પેટ્રોલ મુંબઇમાં ૯૧, ગુજરાતમાં ૮૨ના રેકોર્ડ સ્તર
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે ફરી વધારો કરવામાં આવ્યો છે. બંનેના ભાવમાં લિટર દીઠ ૨૫ પૈસાનો વધારો થયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ લીટરદીઠ ૯૧ રૂપિયાને પાર કરી ગયું છે. દિલ્હીમાં બુધવારે પેટ્રોલ ૮૪.૪૫ રૂપિયા અને ડીઝલ ૭૪.૬૩ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. છેલ્લા પાંચ દિવસથી ઇંધણના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ આજે બંને ઇંધણના ભાવમાં ૨૫-૨૫ પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ૧૦ મહિનામાં પેટ્રોલની કિંમતમાં લિટર દીઠ ૧૪ રૂપિયાથી વધુનો વધારો થયો છે. આજે ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. તેમાં અમદાવાદમાં પેટ્રોલ ૨૪ પૈસા વધીને ૮૧.૯૦ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે. જ્યારે ડિઝલમાં ૨૭ પૈસાનો વધારો થતા ૮૦.૪૫ના સ્તરે પહોંચ્યું છે.
આ વધારા પછી, દિલ્હીમાં પેટ્રોલ ૮૪.૪૫ અને ડીઝલ ૭૪.૬૩ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, અને મુંબઇમાં પેટ્રોલ ૯૧.૦૭ રૂપિયા અને ડીઝલ ૮૧.૩૪ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. આ જ રીતે કોલકાતામાં પણ પેટ્રોલ ૮૫.૯૨ રૂપિયા અને ડીઝલ ૭૮.૨૨ રૂપિયા અને ચેન્નઇમાં પેટ્રોલ ૮૭.૧૮ રૂપિયા અને ડીઝલ ૭૯.૯૫ રૂપિયા પર પહોંચી ગયું છે. નોઈડામાં પેટ્રોલ ૮૪.૨૫ રૂપિયા અને ડીઝલ ૭૫.૦૭ રૂપિયા પર પહોંચી ગયું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાને લીધે મોંઘવારી વધવાની સંભાવના છે.
નોંધપાત્ર વાત એ છે કે ક્રૂડ ઓઇલનો ભાવ સતત વધી રહ્યો છે. મંગળવારે ન્યુ યોર્ક ક્રૂડ એક્સચેંજ પર ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. સિંગાપોરમાં આજે સવારે કારોબારની શરૂઆતમાં ડબ્લ્યુટીઆઈ ક્રૂડના ભાવમાં થોડો વધારો જાેવાયો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત ઝડપી છે, તે બેરલ દીઠ ૫૬ ડોલરની આસપાસ કારોબાર કરી રહ્યો છે. જાેકે, ભારતીય બાસ્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની અસર એક મહિના પછી જાેવા મળે છે. પરંતુ ગત એક મહિનાથી ક્રૂડ ઓઈલ મજબૂત બની રહ્યું છે.
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજાે જાેડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
Recent Comments