fbpx
અમરેલી

ત્રીજા દિવસની માનસ શંકર રામકથામાં શ્રેષ્ઠી મનજીભાઈનું સન્માન

કલાપી નગરી લાઠીના આંગણે પુ.મોરારીબાપુના વ્યાસાસને ગવાઈ રહેલી માનસ શંકર રામકથાના ત્રીજા દિવસે કથાના પ્રારંભે લાઠી ગામના શુભ દાતા અને શ્રેષ્ઠી શ્રી મનજીભાઈ ધોળકિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.સુરતથી પધારેલાં સામાજિક અગ્રણી શ્રી કાનજીભાઈ ભાલાળાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.સ્વાગત પ્રવચન કરતાં યજમાન પરિવારના શ્રી પ્રિયલભાઈ શંકરે આ ઉત્તમ પ્રકારનો ઉપક્રમ પોતાનાં પરિવારને ઈશ્વરે નિમિત બનાવીને કરાવડાવ્યો તે માટે રાજીપો વ્યક્ત કર્યો હતો.અને સૌનું સ્વાગત કર્યું હતું.

પૂજ્ય મોરારીબાપુએ પોતાની વાણીને પ્રવાહિત કરતાં કહ્યું કે અને આપણને આપણા અભાવની ખબર હોય છે સ્વભાવની નહીં.સ્વભાવ એ આઠ પ્રકારના છે. ધરતી જેવો સ્વભાવ, આકાશ જેવો,જળ જેવો, અગ્નિ જેવો અને વાયુ જેવો, છઠ્ઠું મન જેવો, સાતમો પોતે કરે તે જ ખરું તેવો અને આઠમો અહંકારી સ્વભાવ.બધાં જ સ્વભાવ પોત પોતાના લક્ષણો ધરાવે છે. જેમ કે ધરતી એ સ્થિરતા, જળ શીતળતા, આકાશ વિશાળતા, અગ્નિ તે થોડો ઉગ્ર આ રીતે વિવિધ સ્વભાવો પણ પોત પોતાના લક્ષણો ધરાવે છે. રામાયણમાં ભારદ્વાજજીને રામનો મૂળ સ્વભાવ જાણવો છે રામ સુધી પહોંચવા માટે શંકરની સાધના જરૂરી છે.

 જીવ જ્યારે ભગવાન સન્મુખ થાય ત્યારે તેના બધા પાપ બળી જાય છે.શિવજી સતીને કથાઓ કહી સંભળાવે છે.બાપુએ કલાપીના જીવનને આધાર બનાવીને રાગ અને વૈરાગનો તફાવત અને ગતિ સ્પષ્ટ કરી બતાવી હતી.

Follow Me:

Related Posts