દામનગર નગરપાલિકા માં દસ વર્ષ થી ૧૮ બેઠકો સાથે શાશન માં રહેલ એન સી પી નો ભાજપ પ્રવેશ મત માં પરિવર્તિત થશે ? ઘર ફૂટયે ઘર જાય ની યુક્તિ એ સ્થાનિકો માં “ટિકિટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ”
દામનગર શહેર ની એન સી પી શાસિત નગરપાલિકા ની ટિમ નો ભાજપ પ્રવેશ તા૨૫/૧/૨૧ ના રોજ સાંસદ પ્રભારી સહિત ની હાજરી માં અમરેલી ખાતે પ્રવેશ દામનગર શહેર “ડ” વર્ગ ની ૨૪ બેઠક ધરાવતી છ વોર્ડ ની નગરપાલિકા માં છેલ્લા દસ વર્ષ થી ૧૮ બેઠકો થી શાશન માં રહેલ પાલિકા એ તા૨૫/૧/૨૧ ના રોજ ભાજપ પ્રવેશ કરતા કહી ખુશી કહી ગમ તા૨૨/૧/૨૧ ના રોજ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી મહત્વ ના વોર્ડ અને પદ ની શરતી માંગ સાથે મીટીંગ બાદ બે દિવસ ના ટૂંકા ગાળા માં એકાએક ભાજપ પ્રવેશ થી સ્થાનિક ભાજપી કાર્યકરો માં છુપી નારાજગી સ્પષ્ટ દેખાઈ “ટિકિટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ” ની યુક્તિ અપનાવવા તૈયારી ૨૪ માંથી ૧૮ બેઠકો ધરાવતી એન સી પી છેલ્લા દસ વર્ષ ના શાશન માં વિકાસ કાર્યો માં નિષ્ફળ રહી હોવા થી પરિવર્તન ના મૂડ માં મતદારો નો મિજાજ મતો માં પરિવર્તિત થશે ? શુ ભાજપ વિપક્ષ તરીકે છ બેઠકો સાથે વિપક્ષ ની ભૂમિકા ન ભજવી શકી ? ભાજપ પાસે કિલન પ્રતિભા સંપન્ન ઉમેદવારો ઘટે તેમ હતા? એન સી પી ના ૧૮ માંથી ૧૨ સભ્ય નો ભાજપ પ્રવેશ બાકી રહેલ સભ્યો માટે અવઢવ છેલ્લા ૧૦ વર્ષ થી વિપક્ષ માં બેચતા ભાજપે સ્થાનિક વફાદાર ભાજપ ના કાર્યકરો ને વિશ્વાસ માં લઇ ને એન સી પી ને અનેક શરતો સાથે ૧૨ બેઠક અને મહત્વ ના પદ નું પ્રોમિસ આપ્યું છે ? એક પરિવાર ને એક જ ટિકિટ નું વચન એન સી પી માટે બદલાશે? આવા અનેકો સવાલ સાથે અવઢવ અનુભવતા નારાજ કાર્યકર્તા ઓનો સમાવેશ ક્યારે ? સેન્સસ પ્રક્રિયા માં૬૦ થી વધુ દાવેદારો નું શુ?પાલિકા માં શહેરીજનો પરિવર્તન ઇચ્છી રહ્યા છે ત્યારે દસ વર્ષ છ બેઠકો થી વિપક્ષ માં બેઠેલ ભાજપે વિપક્ષ તરીકે ની ભૂમિકા બજાવવા માં નિષફળ રહ્યું છે શહેરીજનો બધુ જાણે છે મતદારો ના મન કળવા કઠિન છે અને સતા માટે પક્ષ પલટો કરી પ્રજા નો દ્રોહ છે ચૂંટણી સમયે હથેળી માં ચાંદ દેખાડી વચનો આપી પાળી ન શકનાર ગમે તે પક્ષ માં જાય તેને મત મળશે ? સરદાર ચોક માં જાહેર માં લીધેલ પ્રતિજ્ઞા પછી શહેરીજનો સાથે વિશ્વાસઘાત કરનાર ભાજપ ને વફાદાર રહેશે? મનપસંદ બેઠકો અને પદ માટે પક્ષ પલટો કરનાર ને શહેરીજનો મત આપશે? એતો આવનારો સમય બતાવશે પણ દામનગર નગરપાલિકા ની એન સી પી શાસકો નો ભાજપ પ્રવેશ ટોકઓફ ધી ટાઉન બન્યો છે રાજકીય સમીક્ષકો ના જણાવ્યા મુજબ ગુજરાતી કહેવત છે ઘર ફૂટયે ઘર જાય તેમ વિપક્ષ માં બેચતી ભાજપ ને લઈ ને ડૂબે તો નવાઈ નહિ
Recent Comments