ધારી તાલુકાના ઇંગોરાળા ગામનાં ચામુંડા જવેલર્સ ના પ્રજાપતિ અશોકભાઈ ધંધુકિયા નું આજ રોજ ઉમદા કાર્ય
ધારી ના પ્રેમપરા ખાતે શ્રી વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ધારી દ્વારા આયોજિત સમસ્ત કોળી સમાજ ધારી ના પાંચમા સમૂહલગ્ન યોજાયો.. જેમાં 15. નવદંપતી એ લાભ લીધો જેમાં 4. બાપ વિહોણી દિકરીઓ ને પ્રજાપતિ અશોકભાઈ ધંધુકિયા ચામુંડા જવેલર્સ દ્વારા કન્યાદાન પ્રદાન કરવામાં આવેલ આ તકે ધારી પ્રજાપતિ સમાજ ના મહામંત્રી તેમજ ધારી તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપ પ્રમુખ શ્રી પ્રજાપતિ વિનોદ સરવૈયા તેમજ સમઢિયાળા ના કોળી અગ્રણી ધીરુભાઈ પરમાર ઉપસ્થિત રહેલ.. આ ઉમદા કાર્ય ને સમોલગ્ન ના મુખ્ય આયોજક શ્રી નાગજીભાઈ તેમજ પત્રકાર શ્રી જયુભાઈ તેમજ રમેશભાઈ મકવાણા અને જગદીશ ભગતે . ધન્યવાદ સાથે કન્યાદાન પ્રદાન ને બિરદાવેલ … સાથે સાથે.. પ્રજાપતિ અશોકભાઈ નું પત્રકાર શ્રી જયુભાઈ ના હસ્તે ફૂલહારથી સન્માન કરવામાં આવેલ અને પ્રજાપતિ વિનોદ સરવૈયા નું પણ ફૂલહારથી સન્માન કરવામાં આવેલ…..
Recent Comments