ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈએ દલિતોના લગ્નમાં ઘુસી પિસ્તોલ બતાવી ગાળો ભાંડવા લાગ્યો!
બાગેશ્વરધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસથી ખૂબ ચર્ચામાં છે. કથિત ચમત્કારો માટે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી આ વખતે પોતાના ભાઈ શાલિગ્રામ ગર્ગના કારણે ચર્ચામાં આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભાઈ હોબાળો મચાવતો દેખાઈ રહ્યો છે. તે એક લગ્ન સમારંભમાં ગાળો બોલતો દેખાઈ રહ્યો છે.
તો વળી તેનાથી એક પિસ્તોલ અને મોંમાં સિગારેટ હોવાનું પણ દેખાઈ રહ્યું છે. શું છે સમગ્ર મામલો? તે જાણો.. પ્રાપ્ત જાણકારી અનુસાર જાેઈએ તો, મધ્ય પ્રદેશના ગઢા ગામમાં ૧૧ ફેબ્રુઆરીએ દલિત સમુદાયના સામૂહિક લગ્ન થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઈ આવ્યો અને ગાળો બોલવા લાગ્યો. લગ્ન પ્રસંગ દરમિયાન તેણે કેટલાય લોકો સાથે મારપીટ પણ કરી. અમુક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઈ દારુના નશામાં હતો. ત્યાં આવેલી મહિલાઓ સાથે પણ તેણે અભદ્રતા કરી હતી. એવું કહેવાય છે કે, દલિત સમુદાયના એક પરિવારે બાગેશ્વર ધામમાં થનારા લગ્નમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ વાતને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઈ નારાજ હતો.
રામ આસરે અહિરવાર નામના એક ફેસબુક યુઝર્સે આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઈ લગ્ન સમારંભમાં પહોંચ્યો અને ત્યાં હાજર લોકો સાથે મારપીટ કરી હતી. છતરપુરના એસપી સચિન શર્માએ કહ્યું કે, વીડિયો સામે આવ્યા બાદ આ મામલાની તપાસ થઈ રહી છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ કોણ છે અને આ ઘટના ક્યાની છે, તેની તપાસ થઈ રહી છે. તપાસ બાદ કડક એક્શન લેવાશે.
Recent Comments