નવરાત્રી મહોત્સવમાં આદ્યશકિતની આરાધના વિવિધ સ્વરૂપે થતી હોય છે અને આ પર્વમાં માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ હોય છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ જ હોય છે. માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો ઉપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીના આશિર્વાદ સૌને મળી શકે એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીના માળા બનાવી ખુદ ચકલી માતાજીને આપણા ઘરમાં જ તેમના ઘર બનાવીએ તો ખૂબ સારૂ પર્યાવરણ અને જીવદયાનું કાર્ય થઈ શકે. નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકારે કરીએ અને તે ગરબાને દસમે દિવસે મંદીરમાં મુકવા જવાની પૌરાણીક શ્રદ્ધા છે તેવા સમયે ગરબાની ગરીમાં જળવાય તે હેતુસર આ કુદરતી માટીના ગરબાના જ ચકલીના માળા બને એ માટે આપણી ચકલી પણ સુરક્ષિત રહે એવી ભાવના આપણે સૌ લાવીએ. ચકલીઓ જૂના જમાનાનાં આપણા મકાનોમાં નહીં રહેતા હવે તેના માટે નવા માળા બનાવવાની જરૂરીયાત ઉભી થઈ છે.
તેવા સમયે માટીના ગરબાને માળા તરીકે લટકાવવામાં આવે તો તેનો ઉપયોગ ચકલીના ઉછેર માટે આશિર્વાદરૂપ બનશે અને આપણા ગરબાની ગરીમાં પણ જળવાઈ રહેશે. ચકલી પોતાનો માળો જાતે બનાવી શક્તી નથી અને દિન-પ્રતિદિન વધતા જતાં પ્રદુષણયુક્ત વાતાવરણમાં આમતેમ વલખા મારી પોતાનો જીવ ગુમાવી બેસતી હોય છે, ત્યારે આવા અબોલ જીવની સુરક્ષા અને તેઓને સારો આવાસ આપવાનાં હેતુથી ગરબાનો ઉપયોગ કરવો તે ખુબ જ મોટું કાર્ય થશે.. સમગ્ર વિશ્વમાં ચકલી દિન ઉજવીને લુપ્ત થતી ચકલીઓને બચાવવા ઝુંબેશ ચલાવે છે.
તેવા સમયે ગરબાનો ચકલીનાં માળા માટે ઉપયોગ થાય તો ગરબાની પવિત્રતા સાથે પ્રકૃતિનાં જતનની હીમાયત પણ થઈ શકે છે. માટે આ વખતે માટીના ગરબાનો ઉપયોગ ચકલીના માળા તરીકે કરવા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર સાવરકુંડલા તરફથી સૌને અપિલ છે જો આપ ગરબાનો ઉપયોગ ના કરી શકતા હોય તો આ ગરબાને તાત્કાલિક હનુમાનજી મંદિર, નદી કાંઠે, ગાયત્રી મંદિર સામે પહોંચતો કરશો જેથી અમે ગરબાને માળામાં ફેરવીશું અને જરૂરીયાતમંદ ચકલીને એનું કુદરતી ઘર આપીશું.


















Recent Comments