fbpx
રાષ્ટ્રીય

પેપર લીક કૌભાંડમાં ૫૫ આરોપીઓની ધરપકડ, માસ્ટરમાઈન્ડ પણ ઝડપી પાડ્યો

રાજસ્થાન પેપર લીક મામલે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. રાજસ્થાન પોલીસે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન શિક્ષક ભરતી પરીક્ષા પેપર લીક કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત ૫૫ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આ ૫૫માંથી મહિલાઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી છે, જ્યારે પુરુષોને રવિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા બાદ પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસના માસ્ટર માઈન્ડની ઓળખ જાલોર જિલ્લાની એક સરકારી શાળામાં તૈનાત મુખ્ય શિક્ષક સુરેશ વિશ્નોઈ તરીકે થઈ છે. ઉદયપુરના એસપી વિકાસ શર્માએ જણાવ્યું હતું કે તેમને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પેપર લીક થવાની ફરિયાદો મળી હતી અને ઉદયપુર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી હતી. પેપર લીકના કથિત માસ્ટર માઈન્ડની અન્યો સાથે ધરપકડ કરવામાં આવી છે.

ઉદયપુરના એસપી વિકાસ શર્માએ જણાવ્યું હતું કે આ ટોળકીએ ‘સેકન્ડ ગ્રેડ ટીચર સ્પર્ધાત્મક પરીક્ષા ૨૦૨૨’ માટેના પ્રશ્નપત્રો આપવા માટે ઉમેદવારો પાસેથી ગેરકાયદેસર રીતે ૧૦ લાખ રૂપિયા લીધા હતા. તેમણે કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (ઇઁજીઝ્ર) એ જનરલ નોલેજ માટેની સેકન્ડ ગ્રેડ ટીચર સ્પર્ધાત્મક પરીક્ષા ૨૦૨૨ રદ્દ કરી દીધી છે. પેપર લીક થયા બાદ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશને આ ર્નિણય લીધો છે. હવે આ પરીક્ષા ફરીથી ૨૯મી જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે. તે જ સમયે, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે સરકાર ઉમેદવારોને થતી અસુવિધાથી સારી રીતે વાકેફ છે, પરંતુ તે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિને થવા નહીં દે.

આ દરમિયાન કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને જાેધપુરના બીજેપી સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતે પેપર લીક કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) પાસે કરાવવાની માંગ કરી છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શેખાવતે અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકારની નિષ્ફળતાને કારણે વિદ્યાર્થીઓની મહેનત વ્યર્થ જઈ રહી છે. દરમિયાન, નેશનલ ડેમોક્રેટિક પાર્ટીએ રાજ્યભરની તમામ જિલ્લા કચેરીઓમાં પેપર લીકના વિરોધમાં વિરોધ માર્ચની જાહેરાત કરી છે.

Follow Me:

Related Posts