અમરેલી

બાબરા પો.સ્ટેના ટાઉન વિસ્તારમા સોનપરીપુલ પાસેથી એક બોલેરો વાહનમાથી અલગ અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નં.૬૦૮ તથા બોલેરો વાહન મળી કુલ કી રૂ.૭,૨૧,૪૨૦/- ના મુદામાલ પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી બાબરા પોલીસ ટીમ.

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ જિલ્લામા દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ,જેના પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશની સુચના અને માર્ગદર્શન નીચે બાબરા પો.સ્ટેના પો.સબ ઇન્સ એ.એમ.રાધનપરા તેમજ સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. જયદેવભાઇ આર. હેરમા તથા પો.કોન્સ મહાવિરસિંહ બી. સિંઘવ તથા રાજેશભાઇ જી. રાઠોડ તથા ગોકળભાઇ એમ. રાતડીયા તથા પ્રકાશભાઇઆર.ગરૈયા તથા હર્ષદભાઇ બી.ડાભી તથા રામદેવસિંહ બી.સરવૈયા તથા કીશોરબાઇ એલ. હેરમા એ રીતેના બાબરા પોલીસ સર્વેલન્સ ટીમે બાબરા વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે કરીયાણા ગામે વોચમા રહેતા એક સફેદ કલરની બોલેરો નીકળતા તેને પોલીસ સ્ટાફ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા ઉભી નહીં રાખતા આ બોલેરોનો પીછો કરતા બાબરા કરીયાણા રોડ ઉપર આવેલ સોનપરી પુલ તરીકે ઓળખાતી જગ્યાએ બોલેરો ચાલક પોતાના હવાલા વાળી બોલેરો રજી નં.GJ 14 × 2817 ની મુકી નાસી ગયેલ હોય અને સદરહુ બોલેરો વાહનમાં ચેક કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ છે.

ગુન્હામાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની વિગત – (૧) ROYAL CHALLENGE FINE RESERVE WHISKY ની કુલ બોટલ નંગ- ૩૬૨ (૨) Methowells No 01 DELUXE WHISKY ની કુલ બોટલ નંગ-૮૪ (૩) McDownlts No 01 DELUXE WHISKY ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૯૨ (૪) મહાઁદ્રા બોલેરો વાહન રજી ને GJ 14 × 2817 કી રૂ.૫,૦૦,૦૦૦/- કુલ મુદ્દામાલ કી રૂ.૭,૨૧,૪૨૦/-આ કામગીરી પો.ઇન્સ આર.ડી.ચૌધરી સાહેબ તથા બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે.

Related Posts