અમરેલી નગરપાલિકાનાં પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણીની યાદીમાં જણાવ્યાં મુજબ અમરેલી નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અંગે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી નિયમાનુસાર વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો, જેમાં દર માસે એજન્સી દ્વારા મુકવામાં આવતાં ભીલમાં કપાતો કરી ચુકવણું કરવામાં આવે છે. જે ચુકવણાની રકમમાં મિડિયામાં ખોટો આંકડો દર્શાવવામાં આવે છે. મિડીયામાં દર માસે સફાઈ ખર્ચનાં રૂા.૧.૫ કરોડ દર્શાવવામાં આવે છે, જે ખરેખર આરોગ્ય શાખાનાં કર્મચારીઓના પગાર અને એજન્સીનું બીલ સહિત કુલ રૂા.૬૦.૦૦ લાખ જેટલું જ થાય છે. રૂા.૧.૫ કરોડની રકમ નગરપાલિકાની તમામ શાખાના કર્મચારીઓનાં પગાર તેમજ એજન્સીનાં બીલની રકમ સહિત થાય છે, ખરેખર રૂા.૧.૫ કરોડનાં ખર્ચની રકમ આમજનતાને ગુમરાહ કરવાનો આંકડો છે.
નગરપાલિકા નિયામકથી મુલાકાત બાદ સફાઈની જવાબદાર એજન્સી સામે દંડનીય કાર્યવાહી કરી રૂા. ૧.૮૦ લાખ દંડ ફટકારવામાં આવેલ છે. સાથોસાય શહેરમાં નિયમીત સફાઈ, ડોર ટુ ડોર કચરા કલેક્શન અને કચરાનાં સ્પોટ નિકાલ કરવામાં આવી રહેલ છે. વિરોધપક્ષનાં મિત્રો ખોટી પ્રસિધ્ધી હાંસલ કરવા સ્વાતિયાં મારી રહેલ છે. ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. સફાઈ એજન્સીની નબળી કામગીરી અંગે જવાબદારોને નોટીસો આપી રૂા.૧.૮૦ લાખનો દંડ ફટકારવામાં આવેલ છે અને એજન્સીને નોટીસ આપી તાકીદ કરવામાં આવેલ છે કે, એજન્સી દ્વારા થયેલ કરાર મુજબ કામગીરી કરવામાં નહીં આવે. તો તાલની કાર્યરત એજન્સી રદ કરી નવી ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરી નવી એજન્સીની નિમણુંક કરવામાં આવશે.
શહેરીજનોની આરોગ્યલક્ષી સુખાકારી અર્થે કોઈ પ્રકારની એજન્સીની બેદરકારી સાખી લેવામાં નહીં આવે, તેમજ અરજદારોને પોતાની ફરીયાદ અંગે નગરપાલિકા કચેરીએ ન આવવું પડે તે અંગે એક હેડપલાઈન નંભર (૦૨૭૯૨) ૨૨૯૨૨ર શરૂ કરવામાં આવેલ છે. જેમાં, આરોગ્યલથી ફરીયાદો નોંધાવી શકશે, તેમજ ભૂગર્ભ ગટરલક્ષી ફરીયાદ ને.૬૩૫૪ ૮૪૦ ઉપર નોંળાવી


















Recent Comments