fbpx
રાષ્ટ્રીય

ભારતીય નૌકાદળની શાન રહેલું યુદ્ધ જહાજ ૨૦૧૭માં નિવૃત્ત થયું હતું INS જહાજ વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

હાલ આ જહાજ ભાવનગરના અલંગમાં ભંગાણ માટે આવ્યું છે, જહાજને મ્યૂઝિયમમાં રૂપાંતરિત કરવા અરજી કરાઇ, સુપ્રિમે ખરીદનારને પણ નોટિસ ફટકારી

INS વિરાટને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. અલંગ શિપયાર્ડમાં રહેલ ૈંદ્ગજી વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન વિરાટને તોડવા પર સ્ટે આપી દીધો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ખરીદનારને નોટિસ ઈશ્યુ કરી છે. હાલ અલંગ શિપયાર્ડ બ્રેકિંગમાં વિરાટને તોડવાની કામગીરી ચાલી રહી છે. અરજદારે કહ્યું છે કે એને તોડવા કરતાં મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવે.

આઈએનએસ વિરાટ વર્ષ ૧૯૫૯માં બનાવવામાં આવ્યું હતું અને આ યુદ્ધ જહાજ વર્ષ ૧૯૮૭માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક યુદ્ધ જહાજે ભારતીય નેવીમાં ત્રીસ વર્ષ સુધી સેવા બજાવી હતી.૧૮૦૦૦ ટન એલબીટી ધરાવતા આઈએનએસ વિરાટ જહાજની પહોળાઇ ૪૯ મીટર, લંબાઇ ૨૨૫ મીટર છે. અને તે વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલું છે.
વિરાટ ભાવનગરના શ્રીરામ ગૃપે ખરીદ્યું હતું. તેને અલંગમાં સ્ક્રેપ માટે તોડવાનું હતું પરંતુ તેને સંગ્રહાલય તરીકે વિકસાવવાની માંગને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો જે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હાલ તો સુપ્રીમ કોર્ટે ૈંદ્ગજી વિરાટને તોડવા પર રોક લગાવી છે.

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ જેણે ૫૬ વર્ષ સૌથી લાંબો સમય યુદ્ધ જહાજ તરીકે સેવા આપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્‌ર્સમાં સ્થાન મેળવ્યું હતું. તે વિરાટ ભાવનગરના અલંગ એન્કર પોઈન્ટ પર ભંગાણ (ડિસ્મેન્ટલ) થવા માટે આવ્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા ૩૦ વર્ષ સુધી આઇએનએસ વિરાટની સેવા લેવામાં આવી હતી. વિરાટે યુ.કેમાં ૨૬ વર્ષ અને ભારતમાં ૩૦ વર્ષ એટલે કે ૫૬ વર્ષ સુધી સેવા આપેલી. ત્રણ દાયકા સુધી ૈંદ્ગજી વિરાટે સમુદ્ર પર રાજ કર્યું હતું અને વિરાટ દેશની શાન હતું. જેને ૬ઠ્ઠી માર્ચ, ૨૦૧૭ સેવા નિવૃત્ત કરવામાં આવ્યું.

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં આવેલી શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓનલાઇન ઓક્શનમાં રૂપિયા ૩૮.૫૪ કરોડની કિંમતે આઇએનએસ વિરાટની ખરીદી કરવામાં આવી હતી. મુંબઇથી ટગની સાથે બાંધીને તેને અંલગ એંકર પોઈંટ પર લાવવામાં આવ્યું હતું. ૧૮ હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ ૧૯૫૯માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ ૧૯૮૭માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. શ્રીલંકા હોય, સંસદ પરનો હુમલો હોય કે કારગીલ હોય તે સમયે ૈંદ્ગજી વિરાટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડીસેમ્બરમાં મહારાષ્ટ્ર સરકારે વિરાટને સમારકામ અને બચાવવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. શિવસેના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ સંદર્ભે સંરક્ષણ મંત્રાલયને એક પત્ર લખ્યો હતો.આ માટે સંરક્ષણ મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) માંગવામાં આવ્યું હતું. ચતુર્વેદીએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર આ ઐતિહાસિક યુદ્ધ જહાજને જાળવણી કરવામાં ખુશી અનુભવશે. તેમણે કહ્યું કે, ખૂબ દુખ અને ચિંતાની વાત છે કે આઈએનએસ વિરાટને ભંગારમાં ફેરવવાની કામગીરી ગુજરાતના અલંગમાં શરૂ કરવામાં આવી

Follow Me:

Related Posts