કોવિડ હોવાના લક્ષણો જાેવા મળતાં જ આ પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૧૨૫ પોલીસકર્મીઓ વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯,૪૭૪ નવા કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના ૪૪,૩૮૮ નવા કેસ નોંધાયા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૬૯,૨૦,૦૪૪ થઈ ગઈ છે. આ સિવાય ૧૨ દર્દીઓના મોત સાથે મૃતકોની સંખ્યા ૧,૪૧,૬૩૯ પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા રાજ્યમાં કોરોના વાયરસના ચેપના ૪૧,૪૩૪ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો.આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ કે એક દિવસમાં ૧૫,૩૫૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૬૫,૭૨,૪૩૨ થઈ ગઈ છે. હાલ રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ૨,૦૨,૨૫૯ છે.
બીજી તરફ રાજ્યમાં વધતા ઓમિક્રોન કેસે (ર્ંદ્બૈષ્ઠિર્હ ઝ્રટ્ઠજી) પણ ચિંતા વધારી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં રવિવારે ઓમિક્રોનના ૨૦૭ નવા કેસ નોંધાયા હતા, જેની સાથે કુલ કેસોની સંખ્યા વધીને ૧,૨૧૬ થઈ ગઈ છે.બીજી લહેર બાદ ફરી એક વાર સમગ્ર દેશમાં કોરોનાનું તાંડવ જાેવા મળી રહ્યુ છે. જેમા મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દરરોજ ૨૦ હજાર કોરોના કેસ આવી રહ્યા છે. એક દિવસમાં મોટી માત્રામાં કોરોના કેસ સામે આવતા સરકારની ચિંતા વધી ગઈ છે. મળતા અહેવાલ અનુસાર મુંબઈમાં ૧૮ ૈંઁજી ઓફિસરો કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. જ્યારે છેલ્લા ૪૮ કલાકમાં કુલ ૧૧૪ પોલીસકર્મીઓ પોઝિટીવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા ૪૮ કલાકમાં બે પોલીસકર્મીઓના કોરોનાને કારણે મોત પણ થયા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ૪૮ કલાકમાં ૧૧૪ પોલીસકર્મીઓ અને ૧૮ ૈંઁજી અધિકારીઓ, જેમાં ૧૩ ડીસીપી અને ૪ ઝ્રઁ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.
Recent Comments