fbpx
ગુજરાત

યુવતી પિતરાઈના ઘરમાંથી ૭૦ હજારના દાગીના લઈ યુવક સાથે ફરાર

મોબાઇલમાં પબજી ગેમ રમતાં યુવક- યુવતીઓ ચોરી, પ્રેમ, મિત્રતાના સબંધોમાં બંધાઇ ગુનાહિત કૃત્યો કરતાં હોવાના કિસ્સા બની રહ્યા છે. બનાસકાંઠા ૧૮૧ અભયમના કાઉન્સેલર જીનલબેને જણાવ્યું કે, ડીસામાં પબજી ગેમની લતે ચડેલા કિશોરે ઘરમાંથી રૂ. ૭૦,૦૦૦ની ચોરી કરી હતી. જેમને સમજાવી મોબાઇલ ફોનમાંથી ગેમો ડિલેટ કરાવી હતી. યુવતીએ પિતરાઇ ભાઇના ઘરમાંથી ચોરેલા દાગીના તેના પ્રેમી અરમાનના મિત્ર મુળ બિહારના દરભંગા જિલ્લાના જાલે તાલુકાના જહાંગીર તૌલા હાલ પંચ મહાલના હાલોલ ખાતે રહેતા મહંમદ એખલાક અબ્દુલહફીઝ મહંમદ હનીફ શેખને વેચી દીધા હતા.પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીને પબજી વીડિયો ગેમ રમતી વખતે બિહારના શખ્સ સાથે મિત્રતા થઇ ગઇ હતી. જેને ફોન કરી પાલનપુર બોલાવ્યો હતો. અને પિતરાઇ ભાઇના ઘરમાંથી સોનાના રૂપિયા ૭૦,૦૦૦ના દાગીના ચોરી ફરાર થઇ ગઇ હતી.

આ અંગે પિતરાઇ ભાઇએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પાલનપુરમાં આર્દશનગર સોસાયટી, તાજપુરા વિસ્તારમાં રહેતી યુવતીને પબજી વિડિયો ગેમ રમવાની લત લાગી હતી. જે દરમિયાન તેણી બિહારના મધુમની જીલ્લાના ખેડીબાંકા ગામના મહંમદ અરમાન નસીમ શેખના પરિચયમાં આવતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. તેણીએ ફોન કરી અરમાનને પાલનપુર બોલાવ્યો હતો. અને પિતરાઇ ભાઇના ઘરમાંથી તેમની પત્નીના દાગીના રૂ. ૨૦,૦૦૦નું હાથે પહેરવાનું સોનાનું કડુ, રૂ. ૫૦,૦૦૦નો બાજુબંધ મળી કુલ રૂ. ૭૦,૦૦૦ના દાગીના ચોરી ઝેરોક્ષ કઢાવવાનું બ્હાનુ કરી ફરાર થઇ ગઇ હતી. આ અંગે પિતરાઇ ભાઇએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ૨૨ વર્ષિય યુવતીના માતા- પિતાનું ૧૫ વર્ષ અગાઉ નિધન થયું હતુ. જે બાદ પિતરાઇ ભાઇ અને ભાભીએ તેણીને ઉછેરી હતી. જેના લગ્ન પણ કરાવ્યા હતા. અને સાસરે આવતી જતી હતી. ઘરનો તમામ વ્યવહાર પણ એ પોતે કરતી હતી.

Follow Me:

Related Posts