રાજકોટના કોઠારિયા નજીક આવેલ મહિકા ગામ પાસે કુવામાંથી વૃધ્ધની લાશ મળી આવી હતી. ગઇકાલે રાત્રીના સમયે રાજકોટ ફાયરબ્રિગેડને મળેલ કોલના આધારે ફાયરબ્રિગેડની ટીમ મહિકા ગામ ખાતે પહોંચી વાળીમાં રહેલા કુવામાંથી એક કલાકની જહેમત બાદ વૃધ્ધની લાશ બહાર કાઢવામાં આવી હતી જે બાદ આજી ડેમ પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારીયા નજીક આવેલ મહિકા ગામ ખાતે સવજીભાઇ ગજેરાની વાળી પાસે કુવામાં એક વૃધ્ધ ની લાશ પડી હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડ ને કરવામાં આવી હતી જે બાદ ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી એક કલાક જહેમત બાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો. જેની તપાસ કરતા મૃતદેહ મહિકા ગામના જ ગોવિંદભાઇ મોહનભાઇ ભટ્ટી (ઉ.વ.૭૫) ની હોવાનું સામે આવ્યું હતું.
મૃતદેહને કુવામાંથી બહાર કાઢી આજી ડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બાદમાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોટર્મ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહનું પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે સમગ્ર બનાવ પાછળ કારણ હત્યા કે આત્મહત્યા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


















Recent Comments