રાજ્ય પરીક્ષા બોર્ડ… સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામમાં પ્રથમ.. સનરાઈઝ સ્કૂલ રત્ન… ધાખડા સંદીપ
મૂળ રાજુલા પાસેના ધારેશ્વર ગામનો અને સાવરકુંડલા માં મેઘજી પેથરાજ છાત્રાલયમાં રહીને, સનરાઈઝ સ્કૂલમાં ધો ૯ માં અભ્યાસ કરતાં, વણકર સમાજનાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા અશોકભાઈ ધાખડાનો, અતિ તેજસ્વી પુત્ર સંદિપ, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ, સ્કોલરશીપ એક્ઝામમા હજારો વિદ્યાર્થીઓમાં થી અવ્વલ નંબર હાંસિલ કર્યો છે ત્યારે છાત્રાલય નાં છાત્રો, સનરાઈઝ સ્કૂલના છાત્રો, ધારેશ્વર ગામ મા ખૂબજ આનંદ છવાયો છે. આ ખૂબજ વિવેકી, નમ્ર, સંસ્કારી, અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી ને સંસ્થાના પ્રિન્સિપાલ સોનલબેન મશરુ અને મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો.
Recent Comments