fbpx
ગુજરાત

વલસાડના ડુંગરી પોલીસે રેતી ભરેલી ૨૯ ટ્રક કબ્જે કરી

વલસાડ તાલુકાના મોટી દાંતી દરિયા કિનારે નવસારીના ખનીજ માફિયાઓ દ્વારા વલસાડ તાલુકાના મોટી દાંતી દરિયા કિનારે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની ઉઠેલી ફરિયાદ બાદ ડુંગરી પોલીસે વાઘલધરા અને છરવાડા વિસ્તારમાં રેતી ભરેલી ટ્રક સામે લાલ આંખ કરી ચેનિગ હાથ ધર્યું હતું. જેમાં વાઘલધરા અને છરવાડા ખાતે કરવામાં આવેલા ચેકીંગમાં ૨૯ જેટલા ટ્રક સામે મોટર વહિકલ એક્ટ હેઠળ ડુંગરી પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડુંગરી પોલીસ દ્વારા કરવામાં આવેલા આકસ્મિત ચેકીંગને લઈને રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ વલસાડ કલેક્ટર, એસપી સહિત ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુકલાત લઈને મોટી દાંતીમાં થતું ધોવાણ અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

સ્થળ મુલાકાત દરમ્યાન સ્થાનિક આગેવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટરણવા ધોળાવ અટકાવવા અને મજબૂત પ્રોટેક્ષન વોલ બનાવવાની માંગ કરી હતી.વલસાડ તાલુકાના મોટી દાંતી ખાતે નવસારીના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી ખનીજ ચોરી અટકાવવા માટે કરવામાં આવેલી રજૂઆત બાદ ડુંગરી પોલીસે વાઘલધરા અને છરવાડા કોસ્ટલ હાઇવે ઉપર સઘન ચેકીંગ હાથ ધરી ૨૯ જેટલી રેતી ભરેલી ટ્રક અટકાવવામાં આવી હતી. ડુંગરી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ રેત માફિયાઓમાં ફફડાટ ફેલઈ ગયો હતો.

Follow Me:

Related Posts