fbpx
અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ બોલબાલા ટ્રસ્ટ રાજકોટ થી ૪૦૦ સિનિયર સિટીઝનો ખુશખુશાલ

દામનગર પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી. ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ ૪૦૦ સીનીયર સિટીઝનો બોલબાલા ટ્રસ્ટ ગ્રૂપ રાજકોટ ના ભાઇ ઓ બહેનો એ ટૂંકા યાત્રા પ્રવાસ દરમ્યાન સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી અને દામનગર શહેર નું રમણીય સ્થળ સયંભુ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના દર્શન પૂજન અર્ચન કરી મહાપ્રસાદ લીધો.

હનુમાનજી ના દર્શન બાદ ૪૦૦ સિનિયર સીટીઝન એ દાદા ના સાનિધ્ય માં હનુમાનજી ચાલીસા પઠન કરી ભાવવિભોર થઈ રાસ લીધો રાજકોટ ની સમાજ સેવી સંસ્થા બોલબાલા ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી ઓના નેતૃત્વ માં સિનિયર સીટીઝન માટે ગોઠવાયેલ ટૂંકી યાત્રા પ્રવાસ દરમ્યાન શ્રી ભુરખિયા હનુમાનજી તેમજ સ્વયંભૂ પ્રગટ રમણીય સ્થળ શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે દર્શન કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી અનેક વિધ સામાજિક સેવા પ્રવૃત્તિ અંગે મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી દ્વારા જાણી ખૂબ પ્રભાવિત થયા હતા.

Follow Me:

Related Posts