fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આહીર સમાજ વીજપડી દ્વારા ૨૩ મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાશે.

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આહીર સમાજ દ્વારા તારીખ ૧૭-૨-૨૪ ના રોજ ૨૩ મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાશે જેમાં ૩૬ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે આ પ્રસંગે મુળુભાઈ બેરા કેબિનેટ મંત્રીશ્રી કૌશિકભાઇ વેકરીયા મુખ્ય દંડક વિધાનસભા રઘુભાઈ હુંબલ પ્રદેશ મંત્રી, નારણભાઈ કાછડીયા સાંસદ અમરેલી મહેશભાઈ કસવાલા ધારાસભ્ય સાવરકુંડલા બાવકુભાઈ ઉંધાડ માજી ધારાસભ્ય પૂનમબેન માડમ સાંસદ સભ્ય ભગાભાઈ બારડ ધારાસભ્ય ઉદયભાઇ કાનગઢ ધારાસભ્ય રાજકોટ ત્રિકમભાઈ સાંગા ધારાસભ્ય અંજાર કચ્છ અમરીશભાઈ ડેર માજી ધારાસભ્ય રાજુલા માયાભાઈ આહીર લોક સાહિત્યકાર તેમજ જ્ઞાતિ અગ્રણી જેવા મહાનુભાવો તેમજ સમસ્ત આહીર સમાજ જ્ઞાતિના અગ્રણીઓ તેમજ ઉદ્યોગકારો તેમજ સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચો પણ ઉપસ્થિત રહી આ પ્રસંગને દીપાવશે તેમજ સમસ્ત જ્ઞાતિના દાતાઓ તરફથી નવયુગલોને કરિયાવર પેટે ૬૮ વસ્તુઓ તમામ યુગલોને આપવામાં આવશે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts