રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર ઝોન (પ્રદેશકક્ષા) બાળપ્રતિભા શોધ સ્પર્ધા આગામી તા.૦૫, ૦૬/૦૩/૨૦૨૨ દરમ્યાન ચ.મો.વિદ્યાલય, તળેટી રોડ, પાલીતાણા ખાતે યોજવામાં આવનાર છે. આપના જિલ્લામાંથી જિલ્લાકક્ષાએ પ્રથમ આવનાર કલાકારોની નિયત નમૂના સાથેની એન્ટ્રી અગાઉ કરેલ પત્ર મુજબ ઈ-મેઈલ dsobhavnagarcity09@gmail.com પર તા.૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં તા.૦૫/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધીમાં રીપોર્ટીંગ કરાવવાનું રહેશે, બપોરે ૦૧:૦૦ કલાકે સ્પર્ધા શરૂ થઈ જશે. વધુ વિગત માટે (૧) વિશાલ ડી જોષી (P.Y.D.૦.) – ૭૦૧૬૦૪૭૪૦૭, (૨) કલ્પેશ પંડ્યા – ૯૩૨૭૫૦૧૫૫૨, (૩) જિગ્નેશ વ્યાસ -૯૯૦૯૪૪૫૬૪૬ નો સંપર્ક સાધવાનો રહેશે
સૌરાષ્ટ્ર ઝોન (પ્રદેશકક્ષા) બાળપ્રતિભા શોધ સ્પર્ધા આગામી તા.૦૫, ૦૬/૦૩/૨૦૨૨ દરમ્યાન ચ.મો.વિદ્યાલય, પાલીતાણા ખાતે યોજાશે


















Recent Comments