‘સ્વચ્છતા હિ સેવા’અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં યોગ શિબિરો યોજાઇ
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાની વિવિધ શાળાઓમા યોગ શિબિરો યોજવામાં આવી હતી. આ શિબિરમાં શાળાના વિદ્યાર્થીઓએ યોગ અને આસનો કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.અત્રે નોંધનીય છે કે, દેશને સ્વચ્છ અને હરીયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ “સ્વચ્છતા હી સેવા” તેમજ “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાન અન્વયે સમગ્ર રાજ્યની સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ “સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
Recent Comments