ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
મોદીના જન્મદિવસે શરૂ કરાયેલા મેદસ્વિતા શિબિર રાઉન્ડ-૧ પછી મેદસ્વિતા શિબિર રાઉન્ડ-૨ ની શરૂઆત
તા.૧૦/૧૧/૨૦૨૫ થી થઈ ગઈ છે. આ કેમ્પ તા.૧૦/૧૨/૨૦૨૫ સુધી સતત ૩૦ દિવસ સુધી ચાલશે. જેમાં
મેદસ્વિતાથી પીડિત લોકો ભાગ લઈ શકશે.
સંપૂર્ણ શિબિર રીઝલ્ટ ઓરિએન્ટેડ રહેશે. જેમાં શરૂઆતમાં અને અંતે મેદસ્વિતા માટેના મેડિકલ રિપોર્ટ
કરવામાં આવશે. શિબિર દરમિયાન વિવિધ એક્સપર્ટ, ડૉક્ટર તેમજ તજજ્ઞો દ્વારા મેદસ્વિતા નિવારણ માટે માહિતી
આપવામાં આવશે.
આ શિબિરની શરૂઆત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નેશનલ હાઇવે, હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે
તા.૧૦/૧૧/૨૦૨૫ થી કરવામાં આવેલ છે. જેનો સમય સવારે ૬:૩૦ થી ૮ નો રાખવામા આવ્યો છે. આ કેમ્પ માટે
ટોકન ફી રૂ.300 રાખવામાં આવી છે. રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રી વિશાલભાઈ ડાભી
(8000826379) નો સંપર્ક કરવાનો રહેશે.
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ૩૦ દિવસીય મેદસ્વિતા શિબિર રાઉન્ડ-૨ નો પ્રારંભ




















Recent Comments