શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા ૧૦૦% નિશુલ્ક હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગમાં તાજેતરમાં એક ૩૯ વર્ષીય મહિલા દર્દી છેલ્લા ઘણા સમયથી પેટની ફરિયાદ લઈને ઓપીડી માં આવેલ અહીંના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. હેત્વી બેન પટેલ ને બતાવેલ જેમણે સોનોગ્રાફી કરી અને નિદાન કરેલ કે તેમના ગર્ભાશયમાં ખૂબ મોટી સંખ્યામાં ગાંઠો છે અને ઓપરેશન કરી ગર્ભાશય કાઢી અને ગાંઠો કાઢવું પડે તેવું સમજાવેલ. આ દર્દીનું જટિલ ઓપરેશન એબડોમીનલ હિસ્ટેરેક્ટોમી (Abdominal Hysterectomy) શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી.જેમાં મોટી સંખ્યામાં ગર્ભાશયમાંથી ૩૦ જેટલી ગાંઠો હતી તે કાઢવામાં આવી. આ દર્દીના ગર્ભાશયનું વજન લગભગ ૨.૫ કિલો હતું તેવું અહીંના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો પ્રકાશ કટારીયા ની યાદીમાં જણાવેલ.
લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલાના સ્ત્રીરોગ વિભાગમાં એક વિશિષ્ટ શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ


















Recent Comments